________________
૧ ૨૦
અધ્યાય : ૭, સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ વહ-બંધ-છવિચ્છેએ, અઈભારે ભત્ત-પાણ-વચ્છેએ પઢમવયસ્સ-અઈઆરે, પડિક્કમે દેસિમં સવં
(૧) બંધઃ કોઈપણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થાને જતાં અટકાવવા અને બાંધવા તે બંધ.
ક્રોધથી પશુઓને કે અવિનીત પુત્રને સાંકળ વગેરેથી અત્યંત મજબુતાઈથી બાંધવા. કારણવશાત્ પશુ કે પુત્ર વગેરેને શીક્ષા કરવાની આવશ્યકતા હોય તો પણ નિર્દયતા કે કુરતા પૂર્વક બાંધવા જોઈએ નહીં.
(૨) વધઃ અહીં વધ શબ્દનો અર્થ જાનથી મારી નાંખવું કે કાપીને મારી નાંખવું એ નથી, કોઈ જીવને લાકડી કે શસ્ત્રાદિથી માર મારવો તે અતિચાર. શ્રાવકે વિના કારણે મારવું નહિ અને કદાચ કોઈ કારણવશ મારવું પડે તો પણ નિર્દયતાથી મારવું નહીં.
(૩) છવિચ્છેદ : છવિ એટલે ચામડી, તેનો છેદ કરવો તે છવિચ્છેદ. નિષ્કારણ કોઈપણ પ્રાણીના અંગોનો છેદ કરવો તે અતિચાર કહેવાય. કદાચ દર્દ મટાડવા આદિના કારણે કરવો પડે તો પણ વિવેકપૂર્વક કામ લેવું અન્યથા અતિચાર લાગે.
(૪) અતિભારારોપણ મનુષ્ય કે પશુ ઉપર તેના ગજા કરતા વધારે ભાર લાદવો તે અતિભારનું આરોપણ છે. કોઈપણ માણસ કે પશુની ભાર વહનની શક્તિની એક મર્યાદા હોય છે. આ મર્યાદા કરતાં વિશેષ ભાર ઉપજાવવો તે પહેલા સ્થલપ્રાણાતિપાત વિરમણવ્રત અણુવ્રતનો ચોથો અતિચાર છે. તથા બુદ્ધિજીવી સેવકો પાસે વેતન આપીએ તેના કરતા વધારે કામ કરાવવું તે પણ અતિચાર.
(૫) અન્નપાન નિરોધ: પશુઓને, ઘરના નોકરને અને દુકાનના માણસોને, વધારે કામ લેવાના આશયથી, સમયસર ભોજન પાણી ન આપવું. અથવા ભોજન-પાણી કરવા માટે સમયસર રજા ન આપવી તે અતિચાર.
પ્રશ્નઃ શ્રાવકને જીવોની મોટી હિંસા ન કરવી તેવું વ્રત છે. બંધ, આદિનો નિયમ ન હોવા છતાં વ્રતમાં દોષ કઈ રીતે લાગે ?
સમાધાનઃ આ વ્રત દયાના પરિણામ ટકાવવા અને પ્રગટાવવા માટે છે. તેમાં માત્ર મોટી હિંસાની પ્રતિજ્ઞા નથી પરંતુ નાની હિંસાથી બચવાની ભાવના અને તે માટેનો યોગ્ય પ્રયત્ન હોવો પણ જરૂરી છે. નિષ્કારણ માર-પીટ કરવાથી દયાના પરિણામનો