SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧૯-૨૦ ૧૧૯ શબ્દાર્થ : વ્રત = અહિંસાદિ પાંચ અણુવ્રત, શીલ = દિવિરતિ આદિ સાત, પંચ-પંચ = પાંચ-પાંચ, યથાક્રમમ્ = ક્રમ પ્રમાણે. સૂત્રાર્થ : (પાંચ) અણુવ્રતોમાં અને (સાત) શીલવ્રતોમાં (૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત) દરેકના પાંચ-પાંચ અતિચારો ક્રમશઃ નીચે મુજબ છે. ભાવાર્થ : સૂત્રકારે અહીં વ્રત અને શીલ બે શબ્દો મૂક્યા છે. ચારિત્ર ધર્મના અહિંસા, સત્ય વગેરે પાંચ મૂળ નિયમોને વ્રત કહ્યા છે અને તેની પુષ્ટિ માટે બીજા સાત નિયમોને શીલ કહેવામાં આવે છે. શીલ શબ્દથી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમજવા. એમ કુલ બાર વ્રતોમાં પાંચ પાંચ અતિચારો છે જે હવે અનુક્રમે એક એક સૂત્રમાં એક એક વ્રતના અતિચારો કહેવામાં આવશે. સૂત્ર (૭-૨૦) પ્રયોજનઃ સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારો જણાવે છે. बन्ध-वध-छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः ७-२० બન્ધ-વધ-છવિચ્છેદાતિભારારોપણાન્નપાનનિરોધાઃ ૭-૨૦ બન્ધ-વધ-છવિચ્છેદ-અતિભારારોપણ-અન્નપાનનિરોધાઃ ૭-૨૦ શબ્દાર્થ : બન્ધ = બાંધવા, વધ = વધ, માર, છવિચ્છેદ અંગ છેદન, અતિભારારોપણ શક્તિ ઉપરાંત બોજો મૂકવો તે, અન્ન-પાનનિરોધ = સમયસર ભોજન-પાણી ન આપવા. = = સૂત્રાર્થ : બંધ, વધ, ચામડીનો છેદ, અતિશય ભારનું આરોપણ અને અન્ન-પાનનો નિરોધ (અટકાવવું) (આ પાંચ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ (અહિંસા) વ્રતના અતિચારો છે.) ભાવાર્થ : પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે. આ પાંચ અતિચારો ‘‘વંદિતા સૂત્ર” ની ૧૦મી ગાથામાં કહ્યા છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy