________________
૧૧૮
અધ્યાય : ૭, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સાધુ-સાધ્વીના મલિન વસ્ત્ર કે શરીર જોઈને એમ વિચાર કરવો કે સાધુઓ અપવિત્ર છે. સ્નાન કરતા નથી. અચિત્ત પાણીથી સ્નાન કરે તો શો વાંધો આવે ? આ રીતે તેમની નિંદા કરવી તે પણ વિચિકિત્સા છે.
શંકા :- શંકા અને વિચિકિત્સામાં ફરક શું છે ?
સમાધાન : શંકા અને વિચિકિત્સા બંનેમાં શંકા તો છે જ. પરંતુ શંકાનો વિષય ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાનો વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાનો વિષય મુનિનું આચરણ છે.
(૪) અન્યદૃષ્ટિ પ્રશંસાઃ
વીતરાગ પ્રભુ કથિત જૈન દર્શન સિવાય શેષ દર્શનોની અને તેમના નેતાઓની તેમજ તેમના અનુયાયીઓની પ્રશંસા કરવી તે અતિચાર. અપરિપક્વ જીવો તેમની પ્રશંસા સાંભળીને તે ધર્મ પાળવા તરફ આકર્ષાઈ જાય. સાંખ્ય દર્શન બહુ સારું છે અથવા બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે. આવી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા થકી અપરિપક્વ બુદ્ધિવાળા જીવો તેમના ગુણોથી આકર્ષાઈને સમ્યગ્દર્શન પણ ગુમાવી દે તે સંભવિત છે. આથી અન્યદષ્ટિની પ્રશંસા એ અતિચાર છે.
(૫) અન્યદૃષ્ટિ સંસ્તવઃ સંસ્તવ એટલે પરિચય. જેમની દૃષ્ટિ ખોટી હોય તેવા સાથે પરિચય કરવો તે અન્યદૃષ્ટિ (મિથ્યાદેષ્ટિ) સંસ્તવ.
અન્યદર્શની સાથે રહેવું, પરિચય રાખવો. તેમના દર્શનની ક્રિયા જોવાથી અથવા સિદ્ધાંતોના શ્રવણથી સમ્યકત્વથી પતિત થવાનો સંભવ રહે છે.
આ પ્રમાણે સમ્યક્ત વ્રતના આ પાંચ અતિચારો સાધુ અને શ્રાવક બંનેને ત્યજવા જેવા છે. પ્રથમના ત્રણ અતિચારો બીજા જોઈ ન શકે તેવા ગુપ્ત છે અને છેલ્લા બે અતિચારો લોકો જોઈ શકે તેવા પ્રગટ છે.
સૂત્ર (૭-૧૯) પ્રયોજન બાર (૧૨) વ્રતોમાં પ્રત્યેક વ્રતના અતિચારોની સંખ્યા જણાવે છે.
व्रत शीलेषु पञ्च पञ्च यथाक्रमम् ७-१९ વ્રત શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ વ્રત શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯