SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અધ્યાય : ૭, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ હવે પછીના સૂત્રોમાં સૂત્રકાર મહર્ષિ, સમ્યગ્દર્શનમાં, બાવ્રતોમાં અને સંલેખનામાં સંભવિત મુખ્ય અતિચારોનું વર્ણન શરૂ કરે છે. દરેક વ્રતોમાં પ્રાયઃ પાંચ પાંચ અતિચારો છે. સૂત્ર (૭-૧૮) પ્રયોજન ઃ સમ્યગ્દર્શનના અતિચારો જણાવે છે. शङ्का-काङ्क्षा-विचिकित्सा-ऽन्यदृष्टिप्रशंसा संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ७-१८ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-ડચદષ્ટિપ્રશંસા-સંસ્તવા સમ્યગ્દષ્ટ રતિચારાઃ ૭-૧૮ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસા-સંતવાઃ સમ્યગ્દષ્ટ: અતિચારાઃ ૭-૧૮ શબ્દાર્થ : શંકા = સંશય, કાંક્ષા = ઇચ્છા, વિચિકિત્સા = સંશય-સંદેહ, અન્યદૃષ્ટિપ્રશંસા = અન્ય દર્શનની પ્રશંસા, (અન્યદૃષ્ટિ) સંસ્તવ = અન્યદર્શનીનો પરિચય, સમ્યગ્દષ્ટિ = સમ્યક્તધારી, અતિચાર = અલન, દુષણ. સૂત્રાર્થ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિ પ્રસંશા અને અન્ય દૃષ્ટિનો પરિચય આ સમ્યકત્વ વ્રતના પાંચ અતિચારો છે. ભાવાર્થ : (સૂત્ર ૭-૧ થી ૭-૧૭) માં શ્રાવકના બાર અને સાધુના પાંચ વ્રત સમજાવ્યાં. હવે તે વ્રતો સ્વીકાર્યા પછી તેમાં દોષો (અતિચારો) ન લાગે તે માટે વ્રતીએ સંપૂર્ણપણે સાવધ રહેવું જોઈએ. સાધક આત્માના ઉપકાર માટે ગ્રંથકાર પૂ. ઉમાસ્વાતિજી મૂળભૂત સમ્યકત્વના અતિચાર અને પછી બારેય વ્રતોના અતિચાર સમજાવે છે. જિનેશ્વર પરમાત્માના વચનો પ્રત્યે અત્યંત પ્રીતિ વિશ્વાસ-રુચિ હોવી તેને સમ્યકત્વ કહેવાય છે. તેના ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ ભેદ છે. સમ્યકત્વ મોહનીયના ઉદયથી અતિચારો (દોષો) લાગે છે. તેના નીચે પ્રમાણે પાંચ ભેદ છે. (૧) શંકાઃ મતિમંદતાથી અથવા યોગ્ય ગુરુગમના અભાવથી જિનેશ્વર પરમાત્માના વચનોમાં શંકા કરવી કે “આમ હશે કે નહિ હોય?” તે શંકા નામનો પ્રથમ અતિચાર. તેના બે પ્રકાર છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy