________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૧૭
શંકા :- ગુણવ્રત અને શિક્ષાવ્રતમાં શું ભેદ છે ?
સમાધાન :- દિગ્વિરતિ, ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરતિ આ ત્રણ ગુણવ્રતો છે. સંખ્યાની માફક ગણી શકાય છે માટે તેને ગુણ કહેવામાં આવે છે. આ વ્રતોથી પાંચ અણુવ્રતોનું પાલન સરળ બને છે માટે અણુવ્રતોને ગુણ કરનારાં (ફાયદો કરનારાં વ્રતો) તે ગુણવ્રત કહેવાય છે.
સામાયિક, દેસાવગાસિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. શિક્ષા એટલે અભ્યાસ. આ વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા મળે છે. અર્થાત્ સંયમધર્મનો અભ્યાસ થાય છે.
સૂત્ર (૭-૧૭) પ્રયોજન : સંલેખના શું છે ? તે જણાવે છે. मारणान्तिकी संलेखना जोषिता
મારણાન્તિકી સંલેખના જોષિતા
૧૧૫
૭-૧૭
૭-૧૭
૭-૧૭
મારણ-અન્તિકી સંલેખના જોષિતા શબ્દાર્થ ઃ મારણાન્તિકી = આયુષ્યની પૂર્ણાહુતિ, સંલેખના = એક પ્રકારનો તપ, કરનાર, સેવનાર.
જોષિતા
=
સૂત્રાર્થ : મરણના અંતસમયે (અગારીએ અને અણગારે) સંલેખના (કરવી જોઈએ).
ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ એવા ઉત્તમ આત્માઓને જ્યારે પોતાનો મૃત્યુકાળ નજીક આવતો જણાય અથવા શરીર રોગોથી ઘેરાયેલું હોવાથી આરાધના કરતા વિરાધના વધારે થાય તેમ હોય ત્યારે રાગ-દ્વેષ મોહ છોડીને દેહનો અને કષાયોનો ત્યાગ કરવો તે સંલેખના કહેવાય છે. મૃત્યુ નજીક હોય ત્યારે વ્રતીએ ઉણોદરી, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ વડે કાયા અને કષાયોને પાતળા કરીને જીવન પર્યંત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ.
જીવનના અંતિમ સમય સુધી મનમાં મૈત્રી આદિ ચાર અને અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને મનને સ્વસ્થ અને સમાધિયુક્ત રાખવું જોઈએ.