SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૧૬ ૧૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ થવી જોઈએ, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થવો જોઈએ. તમારા દીકરા-દીકરીને હવે પરણાવવા જોઈએ વગેરે. આવા પ્રકારનો ઉપદેશ તે અનર્થદંડ કહેવાય છે. હિંસકાર્પણ : જે સાધનો વડે હિંસા થઈ શકે છે તેવા સાધનો કોઈને આપવા. જેમ કે રીવૉલ્વર, છરી આદિ ઉપકરણો (હિંસાના સાધન હોવાથી) અનર્થદંડરૂપ છે. • • પ્રમાદાચરણ : પ્રમાદવાળુ અર્થાત્ રાગ-દ્વેષ મોહવાળું આચરણ કરવું તે પ્રમાદાચરણ. નાટક, સિનેમા, સરકસ જોવા, પશુ-પક્ષી લડાવવા, વિકથા કરવી, વ્યસનોનું સેવન આવી અનેક પ્રવૃત્તિઓ તેમજ વાસનાને ઉત્તેજિત કરે તેવા મેગેઝીનો વાંચવા વગેરે અનાવશ્યક હોવાથી પ્રમાદાચરણ રૂપ અનર્થદંડ કહેવાય છે. આ ચારે પ્રકારના અનર્થદંડ વડે નિરર્થક પાપોનો બંધ થાય છે માટે તેનાથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણ વ્રત છે. (૪) સામાયિક : કાળનો અભિગ્રહ લઈ અર્થાત્ અમુક સમય સુધી અધર્મ પ્રવૃત્તિનો ત્યાગ કરી ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે સામાયિક વ્રત છે. આ વ્રત ગ્રહણ કરવાથી શાંતિ અને સમતા અનુભવાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જીવન માણવા મળે છે. અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપોનો નાશ થાય છે તેમજ મોક્ષ માર્ગની આરાધના થાય છે. બે ઘડીના સામાયિક વ્રતને ગ્રહણ કરનાર અગારી વ્રતીએ નિત્ય અથવા વર્ષ દરમ્યાન અમુક સામાયિક કરવાનો નિયમ લેવો જોઈએ. (૫) પૌષધોપવાસ : ધર્મની પુષ્ટિ કરે એવું ઉપવાસ પૂર્વકનું વ્રત કરવું તે પૌષધોપવાસ વ્રત. આવું વ્રત આઠમ-ચૌદશ જેવી તિથિએ અથવા પર્યુષણ પર્વમાં કરવું જોઈએ. આ પૌષધવ્રતમાં ચાર પ્રકારના પાપોનો ત્યાગ છે. (૧) આહાર ત્યાગ (૨) શરીર સત્કાર ત્યાગ (૩) અબ્રહ્મ ત્યાગ અને (૪) સાવદ્ય (પાપ) કર્મ ત્યાગ આ ચારમાં આહાર ત્યાગ દેશથી અને સર્વથી બન્ને રીતે થાય છે. ચૌવિહાર ઉપવાસ કરો તો સર્વથા અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, એકાશન વગેરેથી કરો તો દેશથી આહાર ત્યાગ થાય છે. બાકીના ત્રણ ત્યાગ સર્વથા જ હોય છે. આ વ્રત કરવાથી સાધુ જીવનનો અનુભવ થાય છે. સંસારિક ઉપાધિઓથી અલ્પકાળ પુરતી મુક્તિ થાય છે. ચિત્ત શાંત થાય છે અને શરીર ઉપરનું મમત્વ ઘટે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy