SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ જેમ દિશાના ધારેલા માપનો સંકોચ કરવો તે દેશવ્રત છે, તેમ પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત એમ આઠે વ્રતોમાં રાખેલી છુટછાટને ટુંકાવવી તે પણ દેશવ્રત કહેવાય છે. આઠ વ્રતોની છુટછાટને જેમ ટુંકાવાય છે તેમ ચાર શિક્ષાવ્રતમાં ધારેલા માપને ટૂંકાવાતા નથી. કારણ કે તેમાં આત્માના ગુણોનું પાલન છે. માટે ત્યાં સંક્ષેપ કરવાનો નથી. ૧૧૨ આ વ્રતનું દેશાવગાસિક એમ બીજું નામ પણ છે. ૧૦ સામાયિક અથવા સવારસાંજના પ્રતિક્રમણ સાથે આઠ સામાયિક કરી એકાસણા સાથે આ વ્રત કરવાનો હાલ રીવાજ પ્રચલિત છે. આ રીવાજ એટલા માટે છે કે તે દિવસે કરેલો બહાર આવવાજવાનો નિષેધ (ઇન્કાર) અને દિશાનો સંક્ષેપ સારી રીતે પળાય, બહાર જવાની ઇચ્છા ન થાય. પરંતુ દસ સામાયિક કરવા તે દેસાવગાસિક વ્રત નથી. દિશામાં જવા-આવવાનો સંક્ષેપ કરવો તે દેશાવગાસિક અર્થાત્ દેશવ્રત છે. ૧૦ સામાયિક તો વ્રત પાલનના ઉપાય સ્વરૂપ છે. દસમા વ્રતના અતિચારમાં તથા વંદિતાની ગાથામાં ‘‘રૂપ દેખાડી કાંકરો નાખી સાદ કરી આપણપણું છતું જણાવ્યું' વગેરે પાઠથી આ અર્થ સમજાશે. (૩) અનર્થદંડ વિરતિ : અર્થ એટલે પ્રયોજન અને અનર્થ એટલે બીનપ્રયોજન. આત્મા જેનાથી દંડાય – દુઃખ પામે તે દંડ (પાપ). અગારીને (ગૃહસ્થોને) પોતાના તથા પરિવારના નિર્વાહ માટે નોકરી, ધંધો, રસોઈ, ઘરની સફાઈ વગેરે પાપો કરવા જ પડે છે તે સપ્રયોજન હોવાથી અર્થદંડ કહેવાય. તેવા પ્રયોજન વિના મોહ માત્રથી જે પાપ સેવન કરાય તે અનર્થ દંડ કહેવાય છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થનું જીવન ચાલી શકે તેવા પાપોનું સેવન કરવું તે અનર્થદંડ કહેવાય છે. જેમ કે નાટક-સીનેમા જોવા, ટીવીમાં સીરીયલો જોવી, ફોન ઉપર કલાકો સુધી બિનજરુરી વાતો કરવી, આવા અનર્થદંડનો ત્યાગ કરવો તે અનર્થદંડવિરતિવ્રત છે. તેના મુખ્ય ચાર ભેદો છે. • અપધ્યાન ઃ અપધ્યાન એટલે દુર્ધ્યાન. જેમ કે અમુક વ્યક્તિ મરી જાય તો સારું, પેલો ચુંટણીમાં હારી જાય તો સારું, આવા વિચારો અપધ્યાન છે. આવા વિચારોથી કાર્ય સિદ્ધિ થતી નથી. પણ નિરર્થક પાપ બંધાય છે માટે અનર્થદંડ છે. • પાપોપદેશ : પાપ કર્મ બંધાય તેવો ઉપદેશ તે પાપોપદેશ કહેવાય. જેમ કે લડાઈ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy