SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧ ૧૧૧ શબ્દાર્થ : દિગ્વિરતિ = દશે દિશામાં અમુક હદ સુધીના ગમાનાગમનનું પરિમાણ, દેશવિરતિ દિગ્વિરતિ વ્રતમાં નક્કી કરેલ મર્યાદાનો રોજ યથાયોગ્ય અમૂક ભાગે સંક્ષેપ કરવો, અનર્થદંડવિરિત નિષ્કારણ પાપના સેવનરૂપ અનર્થદંડથી અટકવું, પૌષધોપવાસ = પર્વતિથિમાં ઉપવાસ કરવાપૂર્વક રહેવું, ઉપભોગપરિભોગ પરિમાણ ભોગ્ય કે ઉપભોગ્ય વસ્તુની મર્યાદા નક્કી કરવી, અતિથિસંવિભાગ ભક્તિભાવથી સુપાત્રદાન, વ્રતસંપન્ન વ્રતથી યુક્ત. શુદ્ધ = = = = = સૂત્રાર્થ : અગારી વ્રતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ (સાત) વ્રતો પણ હોય છે. ભાવાર્થ : પાંચ અણુવ્રતોને જે પુષ્ટિ કરે, ગુણ કરે તે ગુણવ્રત કહેવાય છે. અને મુનિની જેમ વ્રતો પાલન કરવાની શિક્ષા કરે, અનુકરણ કરે, નક્કી કરે, અભ્યાસ કરે તે શિક્ષાવ્રત કહેવાય છે. આ સૂત્રમાં ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો સમજાવે છે. : (૧) દિવ્રત : દશે દિશાઓમાં જવા-આવવાનો મરણ પર્યંતનો નિયમ કરવો તે દિવ્રત. આવું વ્રત કરવાથી નિયમિત દિશા બહારના પાપોનું અનુમોદન, તે પાપો પ્રત્યેની ભાવના વિરામ પામે છે. તથા તે તે દિશામાં અધિક જવાથી થતા આર્થિક લાભોનો જે લોભ હૃદયમાં છે તે લોભનો પણ ત્યાગ થાય છે. આ એક પ્રકારનો દિશામાં ગમનાગમનનો નિયમ હોવાથી આ વ્રતને દિગ્પરિમાણવ્રત પણ કહેવાય છે. ચાર દિશા, ચાર વિદિશા, એક ઉપર અને એક નીચે એમ ૧૦ દિશા જાણવી. (૨) દેશિવરતિ : (દેશવ્રત) ઉપરના દિવ્રતમાં જે દશે દિશામાં જવાનો નિયમ ધાર્યો છે તે મ૨ણ પર્યંત હોવાથી અધિક છૂટવાળો હોય છે. તેને અમૂક દિવસે બહાર જવાના પ્રયોજનો ન હોય ત્યારે અત્યંત સંકોચીને અતિશય ન્યૂન (ઓછી) ભૂમિની છુટ રાખવી તે દેશવિરતિ વ્રત અથવા દેશવ્રત અથવા દેશાવગાસિક વ્રત કહેવાય છે. ઘર બહાર, ગામ બહાર આજે જવું - આવવું નહિ આવા પ્રકારનો દિશામાં ગમનાગમનનો અત્યંત સંકોચ તે દેશવ્રત કહેવાય છે. આ વ્રતથી દિવ્રત કરતાં વધારે દિશા સંક્ષેપ હોવાથી ગમનાગમનની અને લોભની માત્રા ઘટે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy