SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શબ્દાર્થ : અણુવ્રત અધ્યાય : ૭, સૂત્ર-૧૫-૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ = નાના કે અલ્પ વ્રતને ધારણ કરનાર, અગારી =ગૃહસ્થ. સૂત્રાર્થ : (જે વ્રતીને) અણુવ્રત હોય તે અગારી (વ્રતી કહેવાય છે.) ભાવાર્થ : વ્રતી જીવોના બે ભેદોમાંથી પ્રથમ ભેદ અગારી છે. અગારીનું વિશેષ વર્ણન અહીંથી શરૂ થાય છે. મુનિ મહાત્માઓની અપેક્ષાએ અણુ (અલ્પ-નાના) છે વ્રતો જેના તે અગારી કહેવાય છે. તેઓ ઘરવાળા હોવાથી તેમને પરિવાર અને સંપત્તિનો સંગ્રહ છે. ઘર અને ધંધાનો વ્યવસાય હોવાથી હિંસા, અમૃત, સ્તેય આદિ પાપો સર્વથા ત્યજી શકતા નથી. અલ્પમાત્રામાં જ ત્યજે છે. તેથી તેમના વ્રતોને અણુવ્રત કહેવાય છે. અગારીવ્રતીના કુલ બાર (૧૨) વ્રતો છે. ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. ૫ અણુવ્રતો આ જ અધ્યાયના પહેલા અને બીજા સૂત્રોમાં મહાવ્રતોની સાથે જણાવી દીધા છે. ૩ ગુણવ્રતો અને ૪ શિક્ષાવ્રતો એમ કુલ સાત (૭) વ્રતો, આ જ પાંચ અણુવ્રતોની રક્ષા કરનારા, પુષ્ટિ કરનારા અને વૃદ્ધિ કરનારા છે. હવે પછીના સૂત્રોમાં આ જ સાત વ્રતો (૩ ગુણવ્રતો અને ૪ શિક્ષાવ્રતો) સૂત્રકાર મહર્ષિ જણાવશે. ત્યારપછી બધા જ વ્રતોમાં અતિચારો જણાવશે. સૂત્ર (૭-૧૬) પ્રયોજન : ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનો નિર્દેશ કર્યો છે. दिग्देशाऽनर्थदण्ऽविरति सामायिक पौषधोपवासोपभोग परिभोगपरिमाणाऽतिथिसंविभागव्रतसंपन्नश्च ७-१६ દિગ્દશાડનર્થદંડવિરતિ સામાયિક પૌષધોપવાસોપભોગ પરિભોગપરિમાણાઽતિથિસંવિભાગવ્રતસંપન્નશ્ચ દિગ્-દેશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધ-ઉપવાસ ઉપભોગ-પરિભોગ પરિમાણ-અતિથિસંવિભાગ વ્રતસંપન્નઃ ચ ૭-૧૬ ૭-૧૬
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy