________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧૪
૧૦૯ ઘરના ત્યાગી, સંસારના ત્યાગી એવા સાધુ સાધ્વીજીઓને અણગાર કહેવાય છે. (સંસ્કૃતમાં અનગાર શબ્દ છે પરંતુ પ્રાકૃતમાં ન નો " થવાથી ગુજરાતી ભાષામાં અણગાર શબ્દ પ્રચલિત છે.)
શંકા અગારી અને અણગાર બંનેને વ્રતી કેમ કહ્યા?
સમાધાનઃ જે રીતે નાના ઘરના એક ખૂણામાં કે શહેરના કે નગરના એક ભવ્ય મકાનમાં રહેવાવાળો-બંનેને વ્યવહારમાં શહેરવાસી કે નગરવાસી કહેવાય છે. એ જ રીતે વ્રતોને સર્વથા ધારણ કરનારો અથવા એક અંશને ધારણ કરનારો એમ બંનેને વ્રતી કહેવાય
શંકાઃ અણુવ્રતધારી અને મહાવ્રતધારી બંને વ્રતી જ છે તો બંનેમાં તફાવત શું? સમાધાન :
અણુવ્રતધારી (અગારી) | મહાવ્રતધારી (અણગાર) છ કોટી પચ્ચખ્ખાણ છે.
નવકોટી પચ્ચખ્ખાણ છે. અનુમોદનાનો ત્યાગ હોતો નથી. અનુમોદનાનાં પણ પચ્ચખ્ખાણ હોય છે. દેશવિરતિ ધર્મ પાળે.
સર્વવિરતિ ધર્મ પાળે. સંયમસંયમ (મિશ્ર) કહેવાય.
સંપૂર્ણપણે સંયમી કહેવાય. શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે. સર્વ હિંસાનો ત્યાગ છે. સ્થાવરજીવોની જયણા પાળવાની છે. ઉત્કૃષ્ટ રીતે દેશવિરતિ પાળે તો વધુમાં ઉત્કૃષ્ટ રીતે ચારિત્ર પાળે તો વધુ બારમા (૧૨ મા) દેવલોક સુધી જાય છે. | પાંચમા અનુત્તરદેવલોક કે મોક્ષ સુધી જાય
સમવસરણમાં ભગવાન સર્વપ્રથમ દેશના અણગાર ધર્મની જ આપે છે. ધર્મ પાળવા અસમર્થ હોય તેને અગાર ધર્મની દેશના આપે છે.
७-१५
સૂત્ર (૭-૧૫) પ્રયોજન અગારી વ્રતની વ્યાખ્યા જણાવે છે.
अणुव्रतोऽगारी અણુવ્રતોડગારી ૭-૧૫ અણુવ્રતઃ અગારી ૭-૧૫