SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૩) મિથ્યાત્વ શલ્ય ઃ તાત્ત્વિક પદાર્થો ઉપર અશ્રદ્ધા તે મિથ્યાત્વ. વિપરીત દર્શન અર્થાત્ ખોટી માન્યતા દ્વારા પણ કર્મબંધ કરીને આત્મા દુ:ખી થાય છે, માટે તેને શલ્ય કહેવાય છે. વ્રતો ધારણ કરવા છતાં જો આ શલ્યો આત્મામાં વર્તે તો તે વ્રતો ધર્મરૂપ ફળને આપનાર થતા નથી, તેથી તેવા વ્રતવાળાને વાસ્તવિક વ્રતી કહેવાતો નથી. વ્રતો તો મિથ્યાદષ્ટિ પણ ધારણ કરે છે પણ તેમાં ફળ મળતું નથી, માટે જ સૂત્રકાર મહર્ષિએ નિઃશલ્ય શબ્દ ઉમેરીને વ્રતીની વ્યાખ્યા આપી છે. ૧૦૮ શંકા :- ક્રોધાદિ કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે, આત્માની પ્રગતિને રોકે છે માટે શલ્ય રૂપ જ છે. તો પછી માયાને જ શલ્ય કેમ કહો છો ? સમાધાન ઃ- શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે. જ્યારે ક્રોધ આદિમાં સંપૂર્ણ લાગુ પડતી નથી. જે દોષ ગુપ્ત રહીને વિકારો પેદા કરે તે શલ્ય. માયા ગુપ્ત રહીને આત્મામાં વિકારો પેદા કરે છે. ક્રોધાદિ પણ ગુપ્ત હોઈ શકે છે છતાં માયાની તુલનાએ તેનું અલ્પપણું છે. જ્યારે માયા ગુપ્તપણે આપોઆપ વિકાર પેદા કરે છે. સૂત્ર (૭-૧૪) પ્રયોજન : વ્રતીના બે ભેદ જણાવે છે. अगार्यनगारश्च અગાર્યનગારશ્ર ७-१४ ૭-૧૪ ૭-૧૪ ગૃહસ્થ, અનગાર = ત્યાગી, સાધુ. સૂત્રાર્થ : વ્રતીના અગારી અને અણગાર એમ બે ભેદ છે. ભાવાર્થ : સૂત્રકાર મહર્ષિએ પૂર્વ સૂત્રમાં વ્રતી કોને કહેવાય તે જણાવ્યું. આ સૂત્રમાં સ્પષ્ટતા કરે છે કે વ્રત ગ્રહણ કરનાર દરેક જીવોની યોગ્યતા એક સમાન હોતી નથી તેથી તેના બે વિભાગ કરવામાં આવ્યા છે. (૧) અગારી-વ્રતી અને (૨) અણગારી વ્રતી. સંસ્કૃત ભાષામાં ‘‘અગાર” એટલે ‘‘ઘર’’ અર્થ થાય છે, અરમસ્તિ યસ્ય સ મારી અર્થાત્ ઘર છે જેને તે અગારી. નાસ્તિ ગાાં વસ્ય મ અનાર: અર્થાત્ જેને ઘર નથી તે અણગાર કહેવાય છે. અગારી અનગારઃ ચ શબ્દાર્થ : અગારી =
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy