________________
અધ્યાય : ૭, સૂત્ર-૧૩
૧૦૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ પીએ છે તો શું તેને તે ઔષધ ગમે છે માટે પીએ છે ? રોગથી મુક્ત થવા અનિષ્ટ એવા ઔષધોનું સેવન અનિચ્છાએ પણ કરવું પડે છે.
એ જ રીતે ઓપરેશનમાં શરીર પર મુકાતા કાપ વગેરે ઇષ્ટ છે માટે દર્દી સહન કરે છે ? શરીરનું દર્દ દૂર કરવા માટે આવી અનિચ્છનીય સ્થિતિનો સ્વીકાર કરવો પડે છે. કાંટાથી દૂર રહેનારા આપણે પણ જ્યારે કાંટો વાગે છે ત્યારે તે કાંટાને કાઢવા માટે આપણે બીજો કાંટો શોધીએ જ છીએને ? માટે અનિષ્ટ વસ્તુમાં આસક્તિ ન હોવા છતાં તેનો સ્વીકાર કે ઉપભોગ થાય તે વાત સત્ય છે.
સૂત્ર (૭-૯) પ્રયોજન : વ્રતીની વ્યાખ્યા આપે છે.
निःशल्यो व्रती
નિઃશલ્યો વ્રતી
નિઃશલ્યઃ વ્રતી
૭-૧૨
૭-૧૩
૭-૧૩
શબ્દાર્થ : નિઃશલ્યઃ = માયાદિ શલ્ય રહિત, વ્રતી = વ્રતવાળો, વ્રતધારી. સૂત્રાર્થ : (માયા વગેરે) શલ્ય વિનાનો (વ્રતધારી આત્મા) હોય તે વ્રતી (કહેવાય
છે.)
ભાવાર્થ : શ૨ી૨માં વાગેલો કાંટો એ શરીરને અને મનને પીડા (દુઃખી) કરે છે માટે તેને શલ્ય કહેવાય છે. તે જ રીતે કાંટાની માફક જે દુઃખ આપે, સ્વ સ્વભાવથી પતિત કરે તેને પણ શલ્ય કહેવાય છે. આ શલ્ય ત્રણ પ્રકારના છે.
(૧) માયા શલ્ય ઃ માયા એટલે કપટ, ઠગવાની વૃત્તિ.
જેમ કે જીવ અતિચાર સેવવા છતાં કપટથી ગુરુની સમક્ષ આલોચના ન કરે, કરે તો ખોટી રીતે કરે, કપટથી બીજાની ઉપર પોતાના દોષો ચઢાવે ત્યારે માયા દ્વારા અશુભ કર્મનો બંધ કરીને પોતાના આત્માને દુઃખી કરે છે. દા.ત. લક્ષ્મણા સાધ્વીજીએ માયા કરી સંસાર વધાર્યો.
(૨) નિયાણા શલ્ય : ભોગની ઇચ્છા, ભોગની લાલસા તે નિયાણું.
વ્રત સાધનાના ફળરૂપે આલોક અને પરલોકના સુખોની ઇચ્છા રાખવી.