SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૧૧-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શબ્દાર્થ : મૂર્છા = આસક્તિ-મમત્વ બુદ્ધિ, પરિગ્રહ સ્વીકાર. સૂત્રાર્થ : (જડ કે ચેતન વસ્તુ ઉપર) મૂર્છા (આસક્તિ કે મમત્વ બુદ્ધિ) પરિગ્રહ છે. ૧૦૬ = ભાવાર્થ : સામાન્યથી પરિગ્રહનો અર્થ સ્વીકાર થાય છે અહીં માત્ર સ્વીકાર એવો અર્થ નથી. પરંતુ જેનાથી આત્મા આસક્તિ, મોહ કે મૂર્છાથી સંસારમાં જકડાય તે પરિગ્રહ કહેવાય છે. -વસ્તુનો સ્વીકાર કરવા છતાં, તે વસ્તુ વિષે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર માત્ર કરવો તે પરિગ્રહ બનતો નથી. -આથી ઉલ્ટું વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસક્તિ હોય તો તે પરિગ્રહ બને છે. જો એમ ન હોય તો ભિખારીને પણ નિષ્પરિગ્રહી અર્થાત્ પરિગ્રહ રહિત કહેવો જોઈએ. -અહિંસા વગેરે મહાવ્રતોના સાધક આત્માને દુનિયાના કોઈપણ પદાર્થ ઉપર આસક્તિ કે મમત્વ ભાવ ન હોવા છતાં મહાવ્રતોના પાલન માટે અમુક વસ્તુઓનો સ્વીકાર કરવો પડે છે. આથી સાધક આત્માને આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ઈષ્ટ ન હોવા છતાં માત્ર શરીરના નિર્વાહ માટે તેને ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કોટીમાં આવી શકતો નથી. આથી જ તીર્થંકર પ્રભુએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરુરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જે સ્વગુણો છે તેની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા તે પરિગ્રહ કહેવાતો નથી. આ જ ગુણોની રક્ષા માટે અનિવાર્ય સંજોગોના કારણે મમતા વિના વસ્ત્ર-પાત્ર-ઉપધિ આદિ મુનિ રાખે તો તે મુનિ અપરિગ્રહી જ કહેવાય છે. શંકા :- ઇષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં લાભાન્તરાય કર્મના ક્ષયોપશમના અભાવે વસ્તુ ન મેળવી શકે તેમ બને. આ વાત સમજાય છે. પરંતુ જેમાં આસક્તિ ન હોય તેવી અનિષ્ટ વસ્તુ ઇચ્છા ન હોવા છતાં સ્વીકાર કે ઉપભોગ કરવો પડે તે કેવી રીતે શક્ય બને ? વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ જ કહી આપે છે કે વસ્તુ તેને ઇષ્ટ છે. જો તે વસ્તુ અનિષ્ટ જ હોય તો સ્વીકાર કે ઉપભોગ કરે જ કેમ ? સમાધાન ઃ તમારો પ્રશ્ન તર્કયુક્ત છે પણ બરાબર નથી. રોગી કડવા ઔષધ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy