SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧૧-૧૨ સૂત્ર (૭-૧૧) પ્રયોજન ઃ અબ્રહ્મની વ્યાખ્યા આપે છે. मैथुनमब्रह्म મૈથુનમબ્રહ્મ મૈથુનં અબ્રહ્મ ૭-૧૨ ૭-૧૧ ૭-૧૧ ૧૦૫ શબ્દાર્થ : મૈથુનમ્ = સ્ત્રી-પુરુષનું મૈથુન સેવન, અબ્રહ્મ = સૂત્રાર્થ : મૈથુન એ અબ્રહ્મ છે. ભાવાર્થ : મિથુન શબ્દ ઉપરથી મૈથુન શબ્દ બન્યો છે. -મિથુન શબ્દથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષનું યુગલ કહેવાય છે. -કામરાગના આવેશથી આવા જોડલાએ કરેલી મન-વચન-કે કાયાની કોઈપણ પ્રવૃત્તિ તે મૈથુન કહેવાય છે. બ્રહ્મચર્યનો અભાવ. – વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી પુરુષનું પરસ્પર શરીર સ્પર્શ કરવાની અને વિષયભોગ કરવાની કાયિક ચેષ્ટા તે મૈથુન છે. -મિથુન શબ્દ દ્વારા વેદોદય જન્ય કામચેષ્ટા એવો અર્થ કરવાનું કારણ એ છે કે પુરુષ-સ્ત્રીના યુગલ ઉપરાંત પુરુષ-પુરુષના કે સ્ત્રી-સ્ત્રીના સંબંધો, પુરુષની સ્વહસ્તાદિના સંયોગે થતી ચેષ્ટા કે સ્ત્રીના સ્વહસ્તાદિના યોગે થતી સ્વકાય ચેષ્ટા એ સર્વે પ્રકારે થતી કામચેષ્ટા તે મૈથુન પ્રવૃત્તિ જ કહેલી છે. સૂત્ર (૭-૧૨) પ્રયોજન : પરિગ્રહની વ્યાખ્યા જણાવે છે. मूर्च्छा परिग्रहः ७-१२ મૂર્છા પરિગ્રહઃ ૭-૧૨ મૂર્છા પરિગ્રહઃ ૭-૧૨ -જેના પાલનથી આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તે બ્રહ્મ અને જેના સેવનથી આધ્યાત્મિક ગુણોનો નાશ થાય તે અબ્રહ્મ. બ્રહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો લાભ છે જ. વધારામાં લૌકિક દૃષ્ટિએ પણ ઘણો લાભ છે. બ્રહ્મચર્યથી વીર્યરક્ષા, શરીરબળ, રોગનો અભાવ, કાંતિ, ઉત્સાહ વગેરે અનેક લાભો થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy