________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૧૦
૧૦૩ આત્માને નિષ્ક્રિય કહેવો વગેરે વચનો અસત્ય વચન છે કેમકે આ વચનો દ્વારા આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ નથી તેનો ઉલ્લેખ કરાયો છે.
(૩) અર્થાન્તર ઃ એટલે ફેરફાર કરીને બોલવું.
જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે ફેરફાર કરીને કહેવી. કોઈને ૫૦૦ ડૉલર આપ્યા હોય તો મેં ૧,૫૦૦ આપેલા છે તેમ કહેવું. અથવા નકલી વસ્તુને અસલી અને અસલી વસ્તુને નકલી કહેવી.
(૪) નિંદા અથવા ગર્તા:
સત્ય બોલવા છતાં હિંસા કઠોરતા યુક્ત વચન બોલવું. જેમકે ““મરી જા', નાલાયક', આંખ ન હોય તેને “આંધળો” કહેવો. આ બધા વચન અસત્ય ન હોવા છતાં અસત્ય જ ગણાય છે.
વિશેષઃ જે વચન હિંસાનું કારણ બને તે સત્ય હોય તો પણ અસત્ય.
પાંચ વ્રતોમાં મુખ્ય વ્રત અહિંસા છે. બીજાં બધાં વ્રતો તેના રક્ષણ માટે છે. એટલે અહિંસાદિ વ્રતોનું બાહ્ય દેષ્ટિએ પાલન થવા છતાં જો તેનાથી અહિંસા વ્રતનું પાલન ન થતું હોય તો તે વ્રત વાસ્તવિક રીતે વ્રત ગણાતાં નથી. તેથી બાહ્ય દષ્ટિએ સત્ય વચન હોય તો પણ જો તેના વડે હિંસા થાય તો તે વચન અસત્ય છે. એમ સર્વત્ર જાણવું.
સૂત્ર (૭-૧૦) પ્રયોજનઃ ચોરી (સ્તેય)ની વ્યાખ્યા જણાવે છે.
अदत्तादानं स्तेयम् ૭-૨૦ અદત્તાદાન સ્તયમ્ ૭-૧૦
અદત્ત આદાન તેયમ્ ૭-૧૦ શબ્દાર્થઃ અદત્ત = નહીં દીધેલું, આદાન = ગ્રહણ કરવું, તેય = ચોરી સૂત્રાર્થઃ (પ્રમાદથી અન્યની) નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે ચોરી કહેવાય છે.
ભાવાર્થ: આ સૂત્રમાં પણ પ્રમત્તયોગાત્ પદની અનુવૃત્તિ લીધી છે, અર્થાત્ સૂત્ર (૭-૮)નું અનુસંધાન લીધું છે.