________________
૧૦૨
અધ્યાય : ૭, સૂત્ર-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૭-૯) પ્રયોજનઃ અસત્યની વ્યાખ્યા જણાવે છેअसद्भिधानमनृतम्
૭-૨ અસભિતાનમનૃતમ્
૭-૯ અસદ્ અભિધાનમ્ અનૃતમ્ ૭-૯ શબ્દાર્થઃ અસદ્ = અયથાર્થ, અભિધાનમ્ = કહેવું બોલવું, અમૃત = અસત્ય
સૂત્રાર્થ : (પ્રમાદથી) અસત્ (અયથાર્થી બોલવું તે અસત્ય (અથવા અમૃત છે.)
ભાવાર્થ : જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેનાથી અન્યથા એટલે કે વિપરીત બોલવું તે અમૃત અથવા અસત્ય કહેવાય છે. આ વ્યવહારથી અસત્ય જાણવું. અહીં પણ પ્રમત્તયોગાત્ શબ્દની અનુવૃત્તિ ઉપરના સૂત્રથી લાવવી. આવા પ્રકારના મિથ્યાવચનો બોલવામાં કારણભૂત જે પ્રમાદયોગ છે તે નિશ્ચયથી અસત્ય છે. ભયના કારણે કોઈક વખત જુહુ બોલી ન શકીએ પરંતુ હૈયામાં સતત જુઠું બોલવાનો જ ભાવ હોય તો તે નિશ્ચય અમૃત કહેવાય છે. તેનાથી કર્મબંધ થયા જ કરે છે તથા અન્ય જીવને પીડા થાય છે. હૃદયમાં એકદમ ચોટ પહોંચે તેવું બોલવું તે પણ અમૃત કહેવાય છે. આવું વચન કદાચ સત્ય હોય તો પણ હિંસાનો હેતુ બનતો હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અમૃત કહેવાય છે. પરને દુઃખદાયી વચન, પ્રાણઘાતક વચન, વસ્તુ-સ્વરૂપથી અન્યથા વચન, અસ્થાને બોલાતું વચન આ બધા અમૃતો છે.
અસત્ય ચાર પ્રકારે છે : (૧) ભૂતનિકૂવ (૨) અભૂતોદ્ભાવન (૩) અર્થાતર અને (૪) ગઈ.
(૧) ભૂતનિતવઃ ભૂત એટલે બનેલ. નિલવ એટલે છૂપાવવું અથવા નિષેધ કરવો અથવા બની ગયેલ વસ્તુસ્થિતિનો અપલાપ કરવો. જેમકે આત્મા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી અથવા પરલોક જેવું કંઈ નથી. પુણ્ય-પાપ જેવું કંઈ નથી. આમ કહેવું તે ભૂત અસત્ય છે.
(૨) અભૂતોદ્ભાવનઃ અભૂત એટલે નહીં બનેલું. ઉલ્કાવન એટલે ઉત્પન્ન કરવું. આત્મા ચોખા જેટલો નાનો છે અથવા આત્મો અમૂક વર્ણવાળો એમ કહેવું,