________________
૧૦૦
અધ્યાય : ૭, સૂત્ર-૮
ચાર વિકથા : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, દેશકથા
પાંચ ઈંદ્રીયોના વિષયો
ચાર કષાયો : ક્રોધ, માન, માયા, લોભ
એક નિંદ્રા
એક રાગ-દ્વેષ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
૪
૫
૪
૧
=
=
=
=
||
આ રીતે પ્રમાદના કુલ
શંકા : પ્રાણવ્યપરોપણ નો અર્થ વિસ્તારથી સમજાવો.
સમાધાન ઃ પ્રાણવ્યપરોપણ એટલે પ્રાણોનો વિયોગ થવો. પ્રાણો દશ પ્રકારના છે.
પાંચ ઈંદ્રીયો
૧
= ૧૫
ભેદ.
ત્રણ બળ : મનબળ, વચન બળ અને કાય બળ
એક શ્વોસોચ્છ્વાસ
એક આયુષ્ય
આ દશ પ્રાણો દ્રવ્યપ્રાણો કહેવાય છે.
પોતાના કે પરના પ્રાણોનો વિયોગ થવો તે દ્રવ્યહિંસા કહેવાય છે અને જ્ઞાનાદિ પ્રાણોનો વિયોગ થવો તે ભાવહિંસા કહેવાય છે. પરના દ્રવ્યપ્રાણોનો વિયોગ થાય અથવા ન થાય પરંતુ પોતાના ભાવપ્રાણોનો વિયોગ થાય તેને નિશ્ચયથી હિંસા કહેવાય છે.
શંકા : દ્રવ્યહિંસા અને ભાવહિંસા વિસ્તારથી સમજાવો.
સમાધાન : ધારો કે કોઈ શિકારી મારવાના આશયથી વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીને બાણથી પાડવાનો પ્રયત્ન કરે છે પણ પક્ષી ઊડી જાય છે. પક્ષી બચી ગયું છતાં મારવાનો ભાવ હોવાથી શિકારીને દોષ લાગે છે. દ્રવ્યહિંસા નથી, પણ ભાવહિંસા થઈ કહેવાય.
હવે બીજું ઉદાહરણ જોઈએ.