________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૮ ટૂંકાગાળામાં જ શરીર જીવાતવાળુ અને દુર્ગધવાળું બની જાય છે. આવી શરીરની સ્થિતિ છે. આથી મહાવ્રતોના પાલન માટે કાયાના સ્વરૂપનું ચિંતન આવશ્યક છે. મહાવ્રતોના પાલન માટે પાંચ પાપોનું જ્ઞાન અનિવાર્ય છે.
હવે દરેક પાપની વ્યાખ્યા સમજીએ.
સૂત્ર (૭-૮) પ્રયોજન ઃ હિંસાની વ્યાખ્યા જણાવે છે.
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ७-८ પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણે હિંસા ૭-૮
પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણે હિંસા ૭-૮ શબ્દાર્થ : પ્રમત્ત = પ્રમાદ-અસાવધાની, યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિ, પ્રાણ = દશ પ્રાણ (પ-ઈન્દ્રિય, ૩-બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય), વ્યપરોપણ = નાશ.
સૂત્રાર્થ : પ્રમાદના યોગથી પ્રાણોનો વિયોગ થવો એ હિંસા છે.
ભાવાર્થ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ દોષો (પાપો)ની એક પછી એક વિસ્તારથી સમજણ અને વ્યાખ્યા સૂત્રકાર મહર્ષિ આપે છે. હિંસાની વ્યાખ્યામાં બે શબ્દો બહુ જ મહત્ત્વના છે.
(૧) પ્રમત્તયોગાત્ અર્થાત્ પ્રમાદથી થતી પ્રવૃત્તિ (૨) પ્રાણવ્યપરોપણ અર્થાત્ અન્ય જીવના પ્રાણનો નાશ. પ્રથમ શબ્દ કારણરૂપ છે અને બીજો શબ્દ કાર્યરૂપ છે. શંકા : પ્રમાદ એટલે શું?
સમાધાનઃ આત્મદશાનું ભાન જેમાં ભૂલી જવાય તે પ્રમાદ. અર્થાત્ શુદ્ધ ઉપયોગ રાખવામાં થતી બેદરકારી, અસાવધાની, ઉપેક્ષાવૃત્તિને પ્રમાદ કહેવાય છે.
શંકા : પ્રમાદના કેટલા પ્રકાર છે? સમાધાનઃ ૧૫ પ્રકારના પ્રમાદો છે.