________________
૯૮
અધ્યાય : ૭, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ભાવાર્થ આત્માના સ્વાધીન એવા અનંતસુખની પ્રાપ્તિ તે મોક્ષ. મોક્ષની અભિલાષા તે સંવેગ.
સંસારિક પાંચ ઈન્દ્રિયોના વિષયસુખો ઉપરના રાગનો ત્યાગ અને વિષયસુખોમાં વિગ્ન કરનારા ઉપરના દ્વેષનો ત્યાગ તે વૈરાગ્ય.
સંવેગ અને વૈરાગ્ય ન હોય તો અહિંસાદિ વ્રતો સંભવી જ ન શકે તેથી વ્રતધારીઓ (વ્રતીઓ) માટે સંવેગ અને વૈરાગ્ય ગુણો આવશ્યક છે. આ સંવેગ અને વૈરાગ્ય બીજ જગસ્વભાવ અને શરીર સ્વભાવના ચિંતનમાંથી જીવમાં પ્રગટ થાય છે. તેથી સંવેગ અને વૈરાગ્ય ગુણની પ્રાપ્તિ માટે (૧) સંસારનું સ્વરૂપ અને (૨) કાયાનું સ્વરૂપ પ્રતિદિન વિચારવું.
સંસારનું સ્વરૂપ (જગત્ સ્વભાવ)ઃ
આ સંસાર દુઃખસ્વરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે. આ જગતુ જીવ અને અજીવ દ્રવ્યોથી ભરેલું છે. ચૈતન્યયુક્ત દ્રવ્ય તે જીવ અને ચૈતન્યરહિત દ્રવ્ય તે અજીવ. જીવને અજીવ સાથેના સંબંધથી સુખ દુઃખના ભાવો થાય છે. ઈષ્ટવસ્તુના સંયોગથી હર્ષ અને ઈષ્ટવસ્તુના વિયોગથી શોક થાય છે. તે રીતે અનિષ્ટ વસ્તુના સંયોગથી શોક અને અનિષ્ટ વસ્તુના વિયોગથી હર્ષ થાય છે. તેનાથી બાંધેલા કર્મો દ્વારા આ જીવ દુઃખી – સુખી થાય છે. જયાં હર્ષનો પ્રસંગ હોય છે ત્યાં અમંગળ પણ થાય છે. કુટુંબોમાં, સમાજમાં ક્લેશ, કંકાસ, કડવાશ અને મારામારી પણ થાય છે. સંસારના ભૌતિકસુખના સાધનો અનિત્ય છે. આ સંસાર જ આવા સ્વભાવવાળો છે તેથી તેમાં રાચવા-ભાચવા જેવું કંઈ જ નથી.
કાયાનું સ્વરૂપ :
દરેક જીવને સામાન્યથી અન્ય પદાર્થોની અપેક્ષાએ કાયા ઉપર અધિક આસક્તિ હોય છે. અન્ય પદાર્થો ઉપરથી આસક્તિ દૂર થયા પછી પણ કાયા ઉપરની આસક્તિ દૂર થવી ઘણી કઠિન છે, કાયા ઉપર આસક્તિભાવ ન થાય અને થયો હોય તો દૂર થાય તે માટે સાધકે સંસારના સ્વરૂપની વિચારણાની સાથે કાયાના સ્વરૂપની પણ વિચારણા કરવી જોઈએ. આપણને પ્રાપ્ત થયેલું શરીર બહારથી સુંદર ચામડીથી મઢેલું હોય છે, તો પણ અંદરથી તો રુધિર-ચરબી-હાડકા-માંસ વગેરે અનેક અપવિત્ર પદાર્થોથી ભરેલું છે.
શરીરના દરેક છિદ્રો દ્વારા અપવિત્ર પદાર્થો જ બહાર આવે છે. મૃત્યુ પામ્યા પછી