________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૭
૯૭
ભાવ કરુણા : અજ્ઞાનતા આદિ અત્યંતર દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઈને ઉત્પન્ન થતી કરુણા તે ભાવ કરુણા છે. ભાવ કરુણાને યોગ્ય જીવોને ધર્મ તરફ વાળવા, સ્થિર કરવા અને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી ભવરોગ શમાવવાની ભાવના રાખવી.
આ રીતે બંને પ્રકારે હૃદયમાં કરુણા ભાવના ભાવવાથી કોઈને દુઃખી કરવાની, જૂઠ બોલીને છેતરવાની, ચોરી લેવાની, પૌદ્ગોલિક સુખ કે જે વાસ્તવિક રીતે દુઃખ છે તેમાં પ્રવર્તવાની અને પરિગ્રહ રાખી પર વસ્તુ ઉપર મૂર્છા કેળવવાની વૃત્તિ-પ્રવૃત્તિ આપોઆપ દૂર થઈ જાય છે.
માધ્યસ્થ ભાવના : માધ્યસ્થ, ઉપેક્ષા, સમભાવ વગેરે શબ્દો પર્યાયવાચી છે અર્થાત્ તે સર્વ શબ્દોનો અર્થ એક છે. ઉપદેશને અયોગ્ય જીવો પ્રત્યે સમભાવ રાખી તેને સુધારવા માટે ઉપદેશ આપવાનો ત્યાગ કરવો એ માધ્યસ્થ ભાવના છે. જો આવા જીવો પ્રત્યે માધ્યસ્થભાવ ન રાખવામાં આવે તો એ જીવો પ્રત્યે દ્વેષ જાગે અને આગળ વધતાં પરસ્પર કલેશ અને વૈમનસ્ય (વેરવૃત્તિ) ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. આથી આવા જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવો. અન્યથા આધ્યાત્મિક અને વ્યવહારિક નુકસાન થવાનો સંભવ છે.
આ પ્રમાણે મૈત્યાદિ ચાર ભાવના ભાવવાથી અહિંસા વગેરે પાંચે વ્રતોની સ્થિરતા આવે છે, અને દઢતા આવે છે. આમ આ ચાર ભાવનાઓ ગ્રહણ કરેલા વ્રતોને ટકાવવાના શ્રેષ્ઠ ઉપાયો છે.
સૂત્ર (૭-૭) પ્રયોજન : મહાવ્રતોની સ્થિરતા માટે બીજી રીતે પણ વિચારણા
કરી છે.
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् જગત્કાયસ્વભાવૌ ચ સંવેગવૈરાગ્યાર્થમ્
જગત્ કાય સ્વભાવૌ ચ સંવેગ વૈરાગ્ય અર્થમ્
શબ્દાર્થ : જગત્ ષદ્ભવ્યાત્મક લોક, કાય = શરીર, સ્વભાવ = સ્વભાવ સ્વરૂપ, સંવેગ = મોક્ષની અભિલાષા, વૈરાગ્ય
અનાસક્તિભાવ.
સૂત્રાર્થ : સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરુપ વિચારવું.
=
=
60-60
66-6
6-6