________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૬
૯૫ તે માન્યતા જ મોટી ભ્રમણા છે. માટે પરિગ્રહ દુઃખ જ છે. તે આત્મિક સુખરૂપ તો કદાપિ ન થાય પણ આ લોકને પરલોકમાં પણ દુ:ખના કારણરૂપ હોવાથી દુ:ખ જ છે.
શંકા : હિંસાદિ પાંચ પાપોથી વિરમવાનું કહ્યું, પરંતુ તેના કરતાંયે મહાપાપ મિથ્યાત્વ છે તો તેને છોડવાનું કેમ ન કહ્યું?
સમાધાન : સાતમા અધ્યાયના અઢારમા સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે નિઃશલ્યોવ્રતી અર્થાત્ વ્રતી જીવ શલ્ય રહિત હોય છે. માટે તેનામાં મિથ્યાત્વ શલ્ય પણ ન જ હોય. અહીં વ્રતી શબ્દના સંબંધમાં જ આ અધ્યાયની ચર્ચાનો આરંભ થયો છે. એટલે જેનામાં મિથ્યાત્વ નથી તેવા વતીને હિંસાદિ પાપોથી વિરમવાનું સમજાવાય છે.
૭-૬
સૂત્ર (૭-૬) પ્રયોજનઃ મહાવ્રતોની સ્થિરતા માટે ચાર ભાવનાઓ જણાવે છે. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाऽविनयेषु મૈત્રીપ્રમોદકારુણ્યમાધ્યસ્થાનિ સત્ત્વગુણાધિકકિલશ્યમાનાડવિનયેષ
૭-૬ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણ-અધિકક્લિશ્યમાન-અવિનયેષ
૭-૬ શબ્દાર્થ : મૈત્રી-મૈત્રી (સ્નેહભાવ), પ્રમોદ = હર્ષભાવ, કારુણ્ય = કરૂણાભાવ, માધ્યચ્ય = ઉપેક્ષાભાવ, સત્ત્વ = સર્વજીવો, ગુણાધિક = ગુણમાં અધિક હોય તે, ક્લિશ્યમાના = દુઃખી જીવો, અવિનયેષુ = અવિનીત, જડ પ્રત્યે.
સુત્રાર્થ : સર્વ જીવો સાથે મૈત્રીભાવ, ગુણથી અધિક પ્રત્યે પ્રમોદભાવ, દુઃખથી પીડિત (જીવો) પ્રત્યે કરુણાભાવ અને અવિનીત (જડ) જીવો પ્રત્યે માધ્યસ્થ (ઉપેક્ષા) (ભાવ રાખવો જોઈએ.)
ભાવાર્થ આ ચાર ભાવનાઓ છે. સમ્યગ્દષ્ટિ જીવોમાં જ આવી ભાવના આવે છે. આવી ભાવનાઓ શુભ ચિન્તન-મનન સ્વરૂપ હોવાથી કષાયોને મંદ કરનારી છે.