________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૩) ચોરી :
જે રીતે મને ઈષ્ટ એવા મારા દ્રવ્યનું ચોર દ્વારા અપહરણ થવાથી શારીરિક, માનસિક દુઃખ થાય છે તે રીતે જગતના તમામ જીવોને પોતાની મનપસંદ ચીજો ચોરાવાથી દુ:ખ થાય છે.
અધ્યાય : ૭, સૂત્ર-પ
ભાવના : આ રીતે ચોરીથી મારા જેટલું જ દુઃખ જગતના તમામ જીવોને થતું હોવાથી મારે ચોરીથી અટકી જવું એ જ કલ્યાણકારી છે તેવી ભાવના ભાવવી. (૪) મૈથુન :
મૈથુન કે અબ્રહ્મનું આચરણ પણ દુ:ખ જ છે કેમ કે તે રાગ દ્વેષ રૂપ છે. તીવ્ર રાગથી પ્રેરાયેલા રાગાન્ધ મનુષ્યો જ આવા પ્રકારના દુષ્કર્મ કરવામાં પ્રવૃત્ત થયા કરે છે. ખરેખર ! મૈથુન એ સુખ નથી પણ સુખાભાસ છે અને વિકારભાવનું નિવારણ માત્ર છે.
ભાવના : વિવેકી માણસે આ લોક અને પરલોકમાં દુઃખના કારણભૂત તેમજ દુર્ગતિના કારણભૂત એવા મૈથુનથી વિરમવું કે નિવૃત્ત થવું એ જ કલ્યાણકારી છે તેવી ભાવના ભાવવી.
(પ) પરિગ્રહ :
જ્યાં સુધી વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિની ઇચ્છાનું દુઃખ, પ્રાપ્ત થયા પછી આ નષ્ટ ન થઈ જાય તેનું દુઃખ. કદાચ જો તે નાશ પામે તો તે ધનના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકથી માણસ દુ:ખી રહે છે. આ રીતે પરિગ્રહની અપ્રાપ્તિ-પ્રાપ્તિ અને વિયોગથી દુ:ખ જ દુઃખ થાય છે.
ભાવના : આલોક અને પરલોકમાં દુઃખ તથા દુર્ગતિને દેનાર એવા આ દુઃખના કારણભૂત પરિગ્રહથી અટકવું કે તેનો ત્યાગ કરવો એ જ કલ્યાણકારી છે તેવી ભાવના ભાવવી.
શંકા : ધન ભેગું કરવામાં તો સુખ દેખાય જ છે છતાં પણ તેને દુઃખ કેમ કહો
છો ?
સમાધાન : ધનની પ્રાપ્તિ-અપ્રાપ્તિ-વિયોગ (નાશ) એ ત્રણે સ્થિતિના સ્પષ્ટ દુઃખોનો અભિપ્રાય તો પાંચમી પરિગ્રહ ભાવનામાં કહેલો જ છે. હવે જો આધ્યાત્મિક દષ્ટિએ વિચારીએ તો ધન-સંપત્તિ એ પરવસ્તુ છે. પરવસ્તુથી સુખ કે લાભ થાય છે