________________
૯ ૨
અધ્યાય : ૭, સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ એવી જ રીતે પરિગ્રહધારી મનુષ્ય પણ ચોર, ડાકુ, વગેરેનું નિશાન બની જાય છે પરિણામે ચિંતા અને દુઃખ અનુભવે છે.
ફળ : • જે રીતે ગમે તેટલું બળતણ નાંખવા છતાં અગ્નિ તૃપ્ત થતો નથી પરંતુ જેમ વધતો
જાય છે તેમ ગમે તેટલું ધન મળવા છતાં લોભી માણસને સંતોષ થતો જ નથી. કેટલાકને લાભાંતરાયનો ઉદય થતાં ધનનો નાશ થાય ત્યારે હૃદય બંધ પડી જાય છે. અથવા મરણ સુધી માનસિક પરિતાપ રહ્યા કરે છે. ધન મેળવવા માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જો ન મળે તો માનસિક ચિંતા ઉત્પન્ન થાય છે. જો ધન મળી જાય તો તેના રક્ષણ માટે કષ્ટો સહન કરવા પડે છે. ચોર, લુંટારા ધન લુંટી જાય અથવા ચોરી જાય તેની ચિંતા, ભય વગેરે માનસિક દુઃખો રહ્યા કરે છે, તૃપ્તિ થતી નથી. મળેલા ધન ઉપર અશુભ કર્મના ઉદયે આસક્તિ જન્મે છે. આ આસક્તિ જ નવા અશુભ કર્મો બંધાવે છે. લોભથી વિવેક શુન્ય બનેલો જીવ અનેક દુઃખો સહન કરે
ઉપર જણાવેલા પાંચ પાપોથી પરલોકમાં પાપનું ફળ ઃ
પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા કોઈ કોઈ જીવને પાંચ મહાપાપોથી કદાચ આ લોકમાં ઉપર જણાવેલા દુઃખો અલ્પ થાય કે કદાચ ન થાય, પણ પરલોકમાં તો અવશ્ય એ પાપોનો કરૂણ વિપાક ભોગવવો જ પડે છે. ત્યાં શારીરિક અને માનસિક અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે.
તિર્યંચગતિમાં શીત, તાપ, પરાધીનતા વગેરે કષ્ટો સહન કરવા પડે છે.
નરકગતિ તો કેવળ દુઃખો ભોગવવા માટે જ છે. નરકમાં એક ક્ષણ પણ સુખ નથી. ત્યાં દુ:ખથી કંટાળીને મરવાની ઇચ્છા થાય તો પણ મરી શકાતું નથી.
આ પ્રમાણે હિંસા વગેરે પાંચે પાપોના સેવનથી આ લોક અને પરલોકમાં અનર્થની પરંપરા તથા પાપનો કરુણ વિપાક ભોગવવો પડે છે. તેથી આ પાંચેય દોષોનો ત્યાગ એ જ કલ્યાણકારી માર્ગ છે.