SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૪ (૩) ચોરીઃ • ચોરી કરનાર જીવ અનેકને દુઃખી કરે છે. • સદા ચોરી કરવાની વૃત્તિમાં તેનું મન ભટક્યા જ કરે છે તેથી પોતે ભયભીત રહે છે. • લોકો તેના ચોરી કરવાના સ્વભાવથી ડરે છે-સાવધાન રહે છે. • માર-ઝુંડ અને મરણાદિ કષ્ટ આવે છે. • હાથકડી-જેલની સજા પામે છે. • દંડમાં ક્યારેક પોતાની બધી મિલ્કત જાય છે. ફાંસીની સજા પણ ભોગવવી પડે છે. • ચોરીથી લાવેલ વસ્તુના રક્ષણ અને નિકાલ માટે અનેક કષ્ટો વેઠવા પડે છે. પકડાઈ જવાનો ભય રહે છે. અપયશ મળે છે. (૪) અબ્રહ્મ • કામચેષ્ટાથી ભટકતું મને ગાંડા જેવું થઇ જાય છે. • મોહના ઘેનથી અવિવેકી, કામાન્ધ બની આ જીવ ઘણાં પાપો કરે છે. • ઈંદ્રિયો ઉપર કાબુ ન રહેવાથી હરાયા ઢોરની જેમ જીવ ભટકે છે. ફળ • પરદારા ગમન કરતો મનુષ્ય વેરની પરંપરા સર્જે છે. • વીર્યની ક્ષીણતા, અપકીર્તિ, અવિશ્વાસ જેવા અનેક અનર્થો પ્રાપ્ત થાય છે. (૫) પરિગ્રહ : જે રીતે કોઈ પક્ષી કે જેના પંજામાં માંસનો ટુકડો લાગેલો રહેતો હોય છે, તે બીજા માંસ ભક્ષી પક્ષીઓનો શિકાર બની જાય છે. તેની પાસેથી તે માંસભક્ષી પક્ષી માંસના ટુકડાને લુંટી લે છે, અને તે માંસનો ટુકડો મેળવવા પેલા પક્ષીને અનેક પ્રકારે ત્રાસ આપે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy