________________
અધ્યાય : ૭, સૂત્ર-૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૭-૪) પ્રયોજન : પાંચે વ્રતોને સ્થિર કરવા માટે સર્વસામાન્ય પ્રથમ ભાવના
જણાવે છે.
८०
=
हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम्
૭-૪
૭-૪
હિંસાદિહિામુત્ર ચાપાયાવઘદર્શનમ્ હિંસાદિષુ ઇહ અમુત્ર ચ અપાય અવદ્ય દર્શનમ્ ૭-૪
શબ્દાર્થ ઃ હિંસાદિષુ = હિંસા-જૂઠ વિગેરે પાપોમાં, ઇહ = આ લોક અને, અમૂત્ર પરલોક, અપાય = અનર્થ પરંપરા, અવઘ = પાપ, દર્શન = ઉપલબ્ધિ.
સૂત્રાર્થ : હિંસાદિ પાપોથી આલોકમાં અપાયની (અનર્થની પરંપરા) અને પરલોકમાં અવઘનો (પાપનો) કરૂણ વિપાક ભોગવવો પડે છે એમ વિચારણા કરવી.
ભાવાર્થ : આપણા આત્માને પાંચ વ્રતોમાં વધારે સ્થિર કરવા માટે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ, આ પાંચ પ્રકારના પાપોમાં આ ભવમાં દુઃખની પરંપરા જ આવે છે અને પરભવમાં પાપફળ જ મળે છે. અર્થાત્ તે પાપોમાં દુ:ખ જ દુઃખ છે એમ મનમાં વિચારવું. જેથી પાપ કરવાની ભાવના જ ન થાય.
હિંસા ઃ
(૧) હિંસક વ્યક્તિ આ જન્મમાં હંમેશા ઉદ્વિગ્ન (દુઃખી) અને આકુળ-વ્યાકુળ
સ્વભાવની હોય છે. પોતે ઉદ્વિગ્ન રહે છે અને બીજાને ઉદ્વેગ કરાવે છે.
ફળઃ
ફાંસી, જેલમાં જવું, દોરડાથી બંધાવું વગેરે દુઃખો હિંસા આદિ પાપોના કારણે સહેવા પડે છે.
(૨) જૂઠ :
જૂઠુ બોલનાર ઉ૫૨ કોઈને શ્રદ્ધા કે વિશ્વાસ રહેતો નથી. અસત્યવાદી લોકમાં અવિશ્વસનીય અને અપ્રિય બને છે.
ફળઃ
• જઠુ બોલવાથી જેને નુકસાન થયું હોય તેની સાથે વેર બંધાય છે.
• જૂઠું બોલનારાને અવસરે તેને કોઈ સહાય મળતી નથી.