SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૩ ૮૯ (૩) મનોહર ઈન્દ્રિય અવલોકન વર્જનઃ વિજાતીય વ્યક્તિનાં કામ-વાસના ઉત્તેજક અંગો જોવાં નહીં. (૪) પૂર્વક્રિડા સ્મરણ વર્જનઃ ભૂતકાળમાં અનુભવેલી મૈથુન ક્રિડાના સ્મરણનો ત્યાગ કરવો. (૫) પ્રણીત રસ ભોજન વર્જન : કામવાસનાવર્ધક અને વિકારઉત્તેજક આહારનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે. તેનો યથાશક્તિ ત્યાગ કરવો. પરિગ્રહ વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ :(૧) ઈષ્ટ-અનિષ્ટ રૂપાલોકન વર્જનઃ મનગમતા અને અણગમતા રૂપ જોતાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. (૨) ઈષ્ટ-અનિષ્ટ રસાસ્વાદ વર્જન : મનગમતા અને અણગમતા રસના આસ્વાદમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. (૩) ઈષ્ટ-અનિષ્ટ ગંધાઘાણ વર્જન: મનગમતી અને અણગમતી ગંધને સુંઘવામાં હર્ષ-શોકનો ત્યાગ કરવો. (૪) ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શ વર્જન: મનગમતો અને અણગમતો સ્પર્શ કરવામાં હર્ષ-શોકનો ત્યાગ કરવો. (૫) ઈષ્ટ-અનિષ્ટ શબ્દ શ્રવણ વર્જન: ઈષ્ટ અને અનિષ્ટ શબ્દોના શ્રવણમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. શંકા :- આ ભાવનાઓની શી જરૂર છે ? સમાધાન - ખાસ કાળજી રાખવા પૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિઓ સેવવામાં ન આવે તો સ્વીકારવા માત્રથી વ્રતો કંઈ આત્મામાં ઉતરતા નથી. તેથી ગ્રહણ કરેલા વ્રતો જીવનમાં ઊંડા ઉતરે તે માટે દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દષ્ટિએ ખાસ ગણવામાં આવી છે જે પ્રવૃત્તિ ભાવનાના નામથી પ્રસિદ્ધ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy