SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ • મરણ ભય અને ૦ અપયશ ભય અધ્યાય : ૭, સૂત્ર-૩ (૫) હાસ્ય પ્રત્યાખ્યાન : હાંસી, મશ્કરી ત્યજીને બોલવું. અદત્તાદાન વિરમણવ્રતની પાંચ ભાવનાઓ : તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૧) અનુવીચિ અવગ્રહ યાચના : અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવાની જગ્યા. યાચના એટલે માંગણી. જે સ્થાને રહેવાનું હોય તેના માલિક પાસે બરાબર વિચાર કરવા પૂર્વક ૨જા લઈને જ તે સ્થાનમાં રહેવું. (૨) વારંવાર અવગ્રહ યાચના : સામાન્યથી અવગ્રહની યાચના કરી હોય છતાં રોગાદિ અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે. જ્યારે જે જગ્યાનો જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે તે જગ્યાનો તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી અર્થાત્ સમય પૂરો થતાં વધુ વસવાટની જરૂર હોય તો વારંવાર અવગ્રહ યાચના કરવી. (૩) અવગ્રહ અવધારણ ઃ જેટલી જરૂરિયાત હોય તેટલી જ ભૂમિ માંગવી અને તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવો. (૪) સમાન ધાર્મિક અવગ્રહ યાચના : જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઉતરેલા હોય અને તે સ્થળે ઊતરવું હોય તો પૂર્વે ઉતરેલા સાધુઓની પણ અનુજ્ઞા લેવી જોઈએ. (૫) અનુજ્ઞાપિત પાન ભોજન : શાસ્ત્રાનુસારે લાવેલા ભોજન પાણીનો ઉપયોગ ગુરુની અનુજ્ઞા લઈને કરવો. તેમ ન કરો તો ગુરુ અદત્તનો દોષ લાગે. મૈથુન (અબ્રહ્મ) વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રી-પશુ-પંડક સંસ્તવવસતિ વર્જન ઃ જ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હોય, જ્યાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિ કે સ્થાનનો ત્યાગ કરવો. (૨) રાગ યુક્ત સ્રીકથા વર્જન : સ્ત્રીના રૂપ, કંઠ, વસ્ત્રાદિની કથા કામરાગ વૃદ્ધિ પામે તે રીતે કરવી નહિ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy