SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ : (૧) ઈર્યા સમિતિ ઃ જ્યાં લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગ ઉપર જીવ રક્ષા માટે યુગ પ્રમાણ (સાડા ત્રણ હાથ) દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) મનોગુપ્તિ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો. ૮૭ (૩) એષણા સમિતિ : દોષો ન લાગે તે રીતે આહારવાળી વસ્તુઓ લેવી અને વાપરવી. (૪) આદાન નિક્ષેપણા સમિતિ : આદાન એટલે લેવું અને નિક્ષેપણ એટલે મૂકવું. વસ્તુ લેવી હોય ત્યારે તેનું દૃષ્ટિથી બરાબર નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને મૂકવી. (૫) આલોકિત પાન ભોજન : પ્રકાશવાળા ક્ષેત્રમાં સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરીને ભોજન પાણી લેવા. મૃષાવાદ વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ : (૧) અનુવીચિ ભાષણ : અનુવીચિ એટલે વિચાર. વિચાર કરીને ઉચિત, પરિમિત અને આવશ્યક હોય તેટલું જ બોલવું. (૨) ક્રોધ પ્રત્યાખ્યાન ઃ ક્રોધનો ત્યાગ કરીને બોલવું. (૩) લોભ પ્રત્યાખ્યાન : લોભનો ત્યાગ કરવો અને આસક્તિ વગેરે દોષો વિનાનાં વચનો બોલવા. (૪) ભય પ્રત્યાખ્યાન : સાત પ્રકારના ભયનો ત્યાગ કરવો. • ઇહલોક (આલોકનો) ભય • પરલોક (પરલોકનો) ભય આદાન (કોઈ લઈ જશે એવો) ભય • અકસ્માત (વિજળી વગેરેનો) ભય • આજીવિકા (જીવન-નિર્વાહ કેમ ચાલશે એવો) ભય
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy