________________
અધ્યાય : ૭, સૂત્ર-૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અપેક્ષાએ સર્વવિરતિધરમાં ગુણો વધુ હોવાથી તેને ‘‘મહા’” કહેવામાં આવે છે.
૮૬
તીર્થંકર ભગવંત પોતાની પ્રથમ દેશનામાં પહેલા સર્વવિરતિનો અર્થાત્ મહાવ્રતોનો ઉપદેશ આપે છે ત્યારપછી દેશિવરતિનો ઉપદેશ આપતા હોવાથી તેને અણુવ્રતો કહેવામાં આવે છે.
શંકા :- ચતુર્વિધ સંઘ કોને કહેવાય ?
સમાધાન :- અણુવ્રતધારી જીવોને શ્રાવક અને શ્રાવિકા કહેવાય છે. તથા મહાવ્રતધારી જીવોને સાધુ અને સાધ્વીજી કહેવાય છે. આવા વ્રતધારી સમ્યગ્દષ્ટિ જીવોને જ ચતુર્વિધ સંઘ કહેવાય છે.
સૂત્ર (૭-૩) પ્રયોજન :- મહાવ્રતોની સ્થિરતા માટે દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ બતાવે છે.
तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च તસ્મૈર્યાર્થ ભાવનાઃ પંચ પંચ
તસ્મૈર્યાર્થ ભાવનાઃ પંચ પંચ
૭-૨
૭-૩
૭-૩
સૂત્રાર્થ :- શબ્દાર્થ :- તથૈર્યાર્થ = તે વ્રતોની સ્થિરતા માટે, ભાવનાઃ અનુકૂળ પ્રવૃત્તિઓ, પંચ પંચ = પાંચ પાંચ.
- વ્રતને
સૂત્રાર્થ :- તેની (મહાવ્રતોની) સ્થિરતા માટે (દરેક વ્રતની) પાંચ પાંચ ભાવનાઓ હોય છે.
ભાવાર્થ :- કોઇ પણ વસ્તુનું વારંવાર ચિંતન-મનન કરવું તે ભાવના. પાંચ વ્રતોમાં આત્માની અતિશય સ્થિરતા મેળવવા માટે જૈન શાસ્ત્રોમાં પાંચ પાંચ ભાવનાઓ બતાવી છે. તે ભાવનાઓ ભાવવાથી આત્મા ગ્રહણ કરેલા વ્રતોમાં દૃઢ બને છે. અચલિત મનોવૃત્તિવાળો બને છે. સ્થૂલથી કે સર્વથી પાંચ-પાંચ ભાવના નીચે પ્રમાણે છે.