________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૨
૮૫
કૂટ સાક્ષી : કોઈની ખોટી સાક્ષી પૂરવી તે કૂટ સાક્ષી નામનો મૃષાવાદ છે. પૈસા કે સત્તાની લાલચથી, લાગવગથી, કોર્ટમાં કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે માટે દોષ રૂપ છે. પરંતુ જો કોઈનો જીવ બચાવવા અસત્ય બોલવું પડે તો તેનો અહીં સમાવેશ થતો નથી.
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત :
જેને વ્યવહારમાં ચોરી કહેવામાં આવે છે તે પરદ્રવ્યહરણ, ખીસુ કાપવું, દાણચોરી, લૂંટફાટ વગેરે સ્થૂલ ચોરીનો ત્યાગ કરવો.
(૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત :
સ્વપત્ની સિવાયની અન્ય કોઈ સ્ત્રી અથવા પરસ્ત્રી સાથે મૈથુનનો ત્યાગ કરવો. (૫) સ્થૂલપરિગ્રહવિરમણ વ્રત :
રોકડ, દુકાન, ઘર, દાગીના વગેરે દરેક વસ્તુનો અમૂક અમૂક પ્રમાણથી વધારે હોય તો ત્યાગ અથવા રોકડ નાણા વગેરે બધું ભેગું મળીને અમૂક મિલ્કતથી વધારે મિલકતનો ત્યાગ.
•
શંકા :- મહાવ્રત અને અણુવ્રત વચ્ચે તફાવત શું ?
સમાધાન :- પાંચ મહાવ્રતોમાં પાંચે પાંચનો સ્વીકાર કરવો પડે છે તેમાં કોઈ છૂટછાટ લઈ શકાતી નથી, જ્યારે અણુવ્રતોમાં પોતે સ્વીકારેલા એક-બે કે પાંચ વ્રતોમાં સંક્ષેપ થઈ શકે છે. અનુકૂળતા મુજબ છૂટછાટ લઈ શકાય છે.
પાંચ મહાવ્રતોમાં મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે ત્રણ યોગ અને ત્રણ કરણથી (૩૪૩) નવ ભેદે પચ્ચખાણ હોય છે. (૯ કોટી પચ્ચખાણ) જ્યારે અણુવ્રતોમાં મન, વચન, કાયાથી કરવું નહીં - કરાવવું નહીં એમ ત્રણ યોગ અને બે કરણથી (૩×૨) છ ભેદે (૬ - કોટી પચ્ચક્ખાણ) પચ્ચક્ખાણ હોય છે પણ અનુમોદનાનો ત્યાગ હોતો નથી.
શંકા :- વ્રતમાં ‘‘મહા’” અને ‘‘અણુ’” કેમ કહ્યા ?
સમાધાન :- ગુણોની અપેક્ષાએ મહાવ્રતધારી સાધુ કરતાં દેશ વિરતિધર ગૃહસ્થો અણુ અર્થાત્ નાના (વ્રતોવાળા) હોય છે માટે તેને ‘‘અણુ” કહ્યા. અથવા તો ગૃહસ્થોની