SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨ ૮૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આમ નિ૨૫રાધી જીવને સકારણ મારવો, તેનો જ ત્યાગ થતો હોવાથી ફક્ત સવા વશા (અથવા ૬.૨૫ ટકા)પ્રમાણ બાકી રહેશે. ટૂંકમાં ટકાવારીની દૃષ્ટિએ કહીએ તો ૧૦૦ ટકાના મહાવ્રત પાલનની અપેક્ષાએ અણુવ્રતનું પાલન સવા છ ટકા (૬.૨૫ ટકા) થાય છે. (ફ્લો-ચાર્ટમાં ટકાવરી બતાવી છે.) (૨) સ્થૂલમૃષાવાદ વિરમણ વ્રત : મૃષાવાદ એટલે જૂઠું બોલવું. આ દોષનો અલ્પ અંશે ત્યાગ કરવો અથવા દેશથી જુઠાણાની વિરતિ તે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત. કન્યા-અલીક, ગો-અલીક, ભૂમિ-અલીક, ન્યાસ-અપહાર, ફૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યનો ત્યાગ કન્યા-અલીક : સગપણ વગેરે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય બોલવું, જેમકે કન્યા શીક્ષિત ન હોવા છતાં તે ખૂબ ભણેલી છે તેમ કહેવું. જોકે કન્યા શબ્દ ઉપલક્ષણ છે તેના મૂળમાં દ્વિપદ સંબંધિ જૂઠું બોલવું તે છે. અર્થાત્ નોકર-ચાકર માટે અસત્ય બોલવું. જેમ કે નોકરીમાંથી છૂટા કરેલા નોકર માટે જૂઠી વાતો ફેલાવવી. ગૉ-અલીક : ગાય, બળદ વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું. જેમ કે એક ગાય દશ લીટર દૂધ આપતી હોય છતાં પંદર લીટર દૂધ આપે છે તેમ કહેવું. અહીં ગો-શબ્દ ઉપલક્ષણથી છે. ખરેખર ચતુષ્પદ અથવા ચાર પગવાળા સર્વ પશુઓનો અહીં સમાવેશ સમજી લેવો. ભૂમિ અલિક : જમીન, મકાન વગેરે સ્થાવર મિલ્કતના સંબંધમાં જૂઠું બોલવું. જેમ કે જમીન રસકસવાળી ન હોવા છતાં ફળદ્રુપ કહેવી. ઝઘડામાં હોવા છતા ચોક્ખી જમીન કહેવી. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વે મિલ્કતો સંબંધી સેવાતા મૃષાવાદનો સમાવેશ કરવો. ન્યાસ અપહાર : ન્યાસ એટલે થાપણ. અપહાર એટલે અસ્વીકાર પૂર્વે થાપણ રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણનો અપહાર (અસ્વીકાર) કરવો તે ન્યાસ અપહાર. જો કે આ ચોરીનો જ એક પ્રકાર છે. છતાં એ ચોરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એનો મૃષાવાદમાં સમાવેશ કર્યો છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy