SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨ ૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ દોષો સર્વથા સેવે નહિ, બીજા પાસે સેવરાવે નહિ અને સેવનારની અનુમોદના પણ કરે નહિ. જ્યારે દેશથી ત્યાગમાં તો સંપૂર્ણ વ્રતના ૧ ટકાથી ૯૯ ટકા સુધીનો કોઈપણ અંશ દેશ જ કહેવાય એટલે કે સમગ્ર હિંસા વિરમણમાંથી જેટલું પણ વિરમે તે બધુ દેશથી જ કહેવાય. ફર્ક એટલો કે દેશથી વિરમણમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી. પૂર્વસૂત્રમાં હિંસાદિ પાંચેય દોષોથી વિરમવાનું જણાવેલ છે. તેથી અણુવ્રત પણ પાંચ થશે. આ અણુવ્રતને સ્થૂલળવ્રત પણ કહેવાય છે. પાંચ અણુવ્રતો : (૧) સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત ઃ સ્થાવર (સૂક્ષ્મ) હિંસા (૧૦૦%) ૨૦ વસા આરંભજન્ય (ખેતી, રસોઇ) અપરાધી (૧) ત્રસ (સ્કૂલ) (૫૦%) અથવા ૧૦ વસા (૨) સંકલ્પજન્ય (૨૫ %) અથવા ૫ વસા સાપેક્ષ (સકારણ) (૩) નિરપરાધી (૧૨.૫%) અથવા ૨.૫ વસા (૪) નિરપેક્ષ (૬.૨૫ %) (નિષ્કારણ) અથવા ૧.૨૫ વસા
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy