________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૨
શબ્દાર્થઃ દેશ=અલ્પ અંશે, સ્થૂલ, સર્વતઃ=સર્વથા, અણુ=અણુવ્રત, મહતી=મહાવ્રત. સૂત્રાર્થ : (હિંસાદિ પાપોથી) દેશથી (આંશિક કે સ્થૂલ નિવૃત્તિ) તે અણુવ્રત અને સર્વથા (સૂક્ષ્મથી નિવૃત્તિ) તે મહાવ્રત છે.
ભાવાર્થ : પાંચ મહાવ્રતો નીચે પ્રમાણે છે
(૧) પ્રથમ સૂત્રમાં કહેલી હિંસાદિ પાપોની વિરતિ બે પ્રકારે હોય છે.
દેશથી એટલે કે અંશમાત્રથી વિરતિ અને સર્વથી એટલે પરિપૂર્ણ વિરતિ. જે આત્માઓ હિંસાદિ પાપોથી અંશમાત્રથી વિરતિ ધારણ કરે છે તે વ્રતને અણુવ્રત (નાના વ્રત) કહેવાય છે. તે અણુવ્રતધારી આત્માઓને શ્રાવક-શ્રાવિકા કહેવાય છે. જે આત્માઓ સર્વથા હિંસાદિ પાપોથી વિરતિ સ્વીકારે છે તે વ્રતને મહાવ્રત કહેવાય છે. તે વ્રતધારી આત્માઓને સાધુ-સાધ્વી કહેવાય છે.
૮૧
અણુવ્રતવાળા વ્રતોમાં ‘‘સ્થૂલ’” શબ્દ આવે છે.
મહાવ્રતવાળા વ્રતોમાં ‘‘સર્વથા’” શબ્દ આવે છે.
સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વગેરે અણુવ્રતો કહેવાય છે.
સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત, સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત વગેરે મહાવ્રતો કહેવાય છે.
અહીં લોકવ્યવહારથી સ્થૂલહિંસાદિનો અને સર્વથા હિંસાદિનો ત્યાગ તે અનુક્રમે અણુવ્રત અને મહાવ્રત સમજવા.
અણુવ્રતધારી જીવો મકાન બનાવે, સ્રી સેવન કરે, ગુનેગાર નોકરને દંડે, મકાન રંગાવે વગેરે કાર્યોમાં ત્રસ જીવોની પણ હિંસા થાય છે. પરંતુ ત્રસ જીવોને મારવાનો આશય નથી માટે તે અપેક્ષાએ ત્રસકાયની હિંસાના ત્યાગરૂપ વ્રત સચવાય જ છે. માટે જ સાધુની વીસ (૨૦) વસાની અહિંસા ગણીએ તો શ્રાવકની અહિંસા સવા વસાની હોય છે. ‘વસા’” એક પ્રકારનું માપ છે. પેજ નં. ૮૨ ઉપરનો ચાર્ટ જુઓ.
સાધુ સર્વથા હિંસાના ત્યાગી હોવા છતાં આહાર, નિહાર અને વિહારકાળે તથા નદીમાં ઉતરતાં ત્રસકાયના જીવોની હિંસા હોવા છતાં જયણાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી, જીવહિંસાના પરિણામ નથી. એટલે સર્વથા હિંસાના ત્યાગરૂપ વ્રત સચવાય જ છે.
અહીં સર્વથા ત્યાગનો અર્થ સ્પષ્ટ છે કે મનથી, વચનથી અને કાયાથી હિંસાદિ