SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ એટલે સર્વ પ્રથમતો રાગ-દ્વેષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે માટે પહેલા હિંસાદિ પાંચ પાપો અટકાવવા જોઇએ. પ્રારંભમાં રાગ-દ્વેષનો સર્વથા ત્યાગ અશક્ય છે. જેમ વરસાદને રોકવો આપણા હાથમાં નથી પણ છત્રી જેવા સાધનથી આપણું શરીર કે કપડા ભીના ન થાય તે શક્ય છે. ८० શંકા : રાત્રિ ભોજન વિરમણ એ વ્રત છે છતાં તેનો ઉલ્લેખ કેમ કર્યો નથી ? સમાધાન : સાધુઓના પાંચ મહાવ્રત સાથે રાત્રિ ભોજન વિરમણ પણ ઘણા કાળથી વ્રત તરીકે પ્રસિદ્ધ થયેલ છે પરંતુ નીચેના કારણોથી તેનો ઉલ્લેખ થયો નથી. મહાવ્રતમાં તેની ગણના થતી નથી. • • ૨૨ જિનેશ્વરોના શાસનમાં કે શ્રાવકના વ્રતોમાં પણ તેનો અલગ વ્રત તરીકે ઉલ્લેખ થયો નથી. • અહિંસા વ્રતમાંથી નિષ્પન્ન થતાં વ્રતોમાં રાત્રિભોજન વિરમણવ્રત એક ભાગરૂપ છે. સૂત્ર ૭-૩માં દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓમાં હિંસા વિરમણવ્રતની એક ભાવના છે “આલોકિત પાન ભોજન”. એ ભાવનામાં રાત્રિભોજન વિરમણવ્રતનો અત્તરભાવ થઈ જાય છે. જ્યાં સુધી જીવ સ્વ-સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી અશુભ ભાવોને દૂર કરી હિંસા વગેરે દોષોથી વિરમવું એ જ હિતકારી છે. જ્યારે જીવ હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરમે (અટકે) છે ત્યારે તે ક્રમશઃ ગુણસ્થાનકની શ્રેણી પર ચઢે છે અને દેશવિરતિ-સર્વવિરતિ-ક્ષપક શ્રેણી આદિ માંડીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષ પામી શકે છે. અર્થાત્ આશ્રવનો ત્યાગ તેમજ સંવર અને મોક્ષના સાધનભૂત આ વ્રતોનો સ્વીકાર એ જ આ સૂત્રનો સાર છે. સૂત્ર (૭-૨) પ્રયોજન : પાંચ વ્રતોના બે ભેદો જણાવે છે. देशसर्वतोऽणुमहती દેશસર્વતોડણુમહતી દેશ સર્વતઃ અણુ મહતી ૭-૨ ૭-૨ ૭-૨
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy