________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૧
ભાવાર્થ: છઠ્ઠા અધ્યાયમાં ૧૩ મા સૂત્રમાં “ભૂત-વ્રતી-અનુકંપા-દાન...” સૂત્રમાં વ્રતી શબ્દ આવ્યો છે તેથી આ અધ્યાયમાં પ્રથમ વ્રત સમજાવે છે. હિંસા, અનૃત, તેય, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાપોને સમજી, તેમનો ત્યાગ સ્વીકારી તે દોષોને ન સેવવા તે વ્રત કહેવાય છે. હિંસા, અમૃત, તેય વગેરેનો અર્થ સૂત્ર ૮ થી ૧૨ માં આગળ આવે જ છે. અઢાર પાપસ્થાનકોમાં આ પાંચ પાપો મુખ્ય છે તેથી પાંચ પાપોના વિરમણને પાંચ વ્રત કહેવાય છે. તેમાં પણ હિંસાવિરમણવ્રત (અહિંસા) મુખ્ય છે. બાકીના ચાર વ્રતો જેમ અનાજની રક્ષા કરવા ખેતરમાં ચારે બાજુ વાડ હોય છે તેમ પ્રથમ વ્રતની રક્ષા માટે વાડ સ્વરૂપ છે. જોકે સાધુઓને માટે છઠ્ઠ રાત્રિભોજન વિરમણવ્રત પણ છે. છતાં અહીં સર્વસામાન્ય વ્રતોની ગણતરી હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. મહાવ્રત
અર્થ
વ્રતપાલનથી
શું પ્રાપ્ત થાય ? હિંસાવિરમણ વ્રત હિંસાના પાપથી અટકવું
જીવદયા મૃપાવાદ (અસત્ય) વિરમણ વ્રત | અસત્યના પાપથી અટકવું વિશ્વાસ અદત્તાદાન (ચોરી) વિરમણ વ્રત | ચોરીના પાપથી અટકવું નિર્ભયતા મૈથુન (અબ્રહ્મ) વિરમણ વ્રત | મૈથુનના પાપથી અટકવું સદાચાર પરિગ્રહ વિરમણ વ્રત
પરિગ્રહના પાપથી અટકવું સંતોષ
શંકા : સર્વ સાધનાનું ધ્યેય રાગ-દ્વેષને દૂર કરવાનું છે. કારણ કે રાગ - દ્વેષથી પાપપ્રવૃત્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ થાય છે. સંસાર પરિભ્રમણમાં કેવળ દુઃખનો જ અનુભવ થાય છે.
આમ દુઃખનું મૂળ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ દૂર થતાં જ પાપપ્રવૃત્તિ અટકી જાય છે. જેમ ચાવી ખલાસ થતાં ઘડિયાળ અટકે છે તેમ. આ કારણથી રાગ - દ્વેષ નહિ કરવાના નિયમનું વિધાન કરવું જોઇએ. તો પછી હિંસા આદિ પાંચ પાપોથી અટકાવવાના નિયમનું વિધાન કેમ કર્યું?
સમાધાનઃ તમારી વાત સાચી છે. સર્વ દુઃખોનું મૂળ રાગ-દ્વેષ-કષાયો છે. આથી રાગ-દ્વેષને દૂર કરવા એ સાધનાનું મુખ્ય ધ્યેય છે, પરંતુ રાગ-દ્વેષ-કષાય માનસિક પરિણામો હોવાથી તેને સર્વથા દૂર કરવા થોડા મુશ્કેલ છે.