________________
અધ્યાય
છઠ્ઠા અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિએ ૧ થી ૧૦ સૂત્રોમાં આશ્રવ તત્ત્વની સામાન્ય ચર્ચા કરી. ૧૧ થી ર૬ સૂત્રોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે એકેક કર્મના આશ્રવ સમજાવ્યા. હવે તે જ આશ્રવના હિંસા, અમૃત વગેરે ભેદો સમજાવે છે. એ આશ્રવોથી વિરમવું તેને વ્રત કહેવાય છે. આ અધ્યાયમાં મુખ્યત્વે વ્રત, વ્રતની ભાવના અને વ્રતના અતિચાર એ જ મુખ્ય વિષય છે. આશ્રવને જણાવતા છઠ્ઠા અધ્યાયના ૧૩માં સૂત્રમાં વ્રતી શબ્દ આવે છે. આ વ્રતી શબ્દ મૂળ વ્રત શબ્દ ઉપરથી બનેલો છે. વ્રતના અતિચારો આશ્રવ રૂપે છે જેનું વર્ણન આ અધ્યાયમાં વિસ્તારથી કર્યું છે. માટે તેનો ત્યાગ કરવા તરફ સવિશેષ પ્રયત્ન કરવો.
અતિચાર સમજવા માટે વ્રતોનું જ્ઞાન હોવું આવશ્યક છે. સૂત્રકાર મહર્ષિ સાતમા અધ્યાયના પ્રથમ સૂત્રમાં વ્રતની વ્યાખ્યા કરે છે. ત્રીજા સૂત્રમાં વ્રતની પાંચ-પાંચ ભાવનાને જણાવે છે. સૂત્ર ૮ થી ૧૬ માં પ્રત્યેક વ્રતના સ્વરૂપની સ્પષ્ટતા કરી સૂત્ર ૧૮ થી ૩૨ માં વ્રતના અતિચારો જણાવે છે જે પરોક્ષ રીતે આશ્રવો જ છે.
સૂત્ર(૭-૧) પ્રયોજન : વ્રતની વ્યાખ્યા કરીને તેનું સ્વરૂપ જણાવે છે. हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम्
૭-૨ હિંસાડનૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહભ્યો વિરતિદ્ગતમ્ ૭-૧ હિંસા-અમૃત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહેભ્યઃ વિરતિઃ વ્રતમ્ ૭-૧
શબ્દાર્થ ઃ હિંસા = હિંસા, અમૃત = અસત્ય, જૂઠ, અસ્તેય = ચોરી, અબ્રહ્મ = મૈથુન, પરિગ્રહ = મૂછને કારણે ભેગું કરવું, વ્રત = હિંસાદિ થી વિરમવું.
સૂત્રાર્થ : હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય (મૈથુન) અને પરિગ્રહ (એ પાંચ પાપો)થી વિરમવું એ વ્રત કહેવાય છે.