________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૬
(૪) પાપ : પાપ એટલે જીવના અશુભ ભાવો જેમ કે હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરે. કોઈનું અહિત કરવાનો ભાવ. જે કર્યાથી પાપી જીવને આનંદ થાય છે અને ઉત્તમ જીવને ખેદ થાય છે.
૨૦
(૫) આશ્રવ : મોહ, રાગ, દ્વેષરૂપ જીવના વિકારી અશુદ્ધ પરિણામ. જેને કારણે જીવ નવા કર્મો આવવા માટેની યોગ્યતા પ્રગટ કરે છે.
(૬) બંધ : જીવના વિકારી અશુદ્ધ પરિણામ. જેને કારણે આત્મામાં કર્મો બંધાવાની યોગ્યતા પ્રગટ થાય છે. આત્મા સાથે કર્મોનું એકમેક બનવાપણું થાય છે.
(૭) સંવર : જીવના આંશિક શુદ્ધ પરિણામ. જેના નિમિત્તથી નવા કર્મો આવતા અટકે છે.
(૮) નિર્જરા ઃ સત્તામાં પડેલા કર્મોનું ખરી જવું અને પરિણામે જીવમાં શુદ્ધિની વૃદ્ધિ
:
થવી.
(૯) મોક્ષ ઃ જીવ સાથે બંધાયેલા સમસ્ત કર્મોનો ક્ષય થવાથી પ્રગટ થયેલો જીવનો પરિપૂર્ણ શુદ્ધ પરિણામ.
શંકા : શું એક જ વસ્તુ એક અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપ હોય અને બીજી અપેક્ષાએ ભાવ નિક્ષેપ તરીકે હોય એવું બને ?
સમાધાન ઃ હા, ચોક્કસ બને. જેમ કે રૂ (કોટન) છે તે દોરાની અપેક્ષાએ દ્રવ્ય દોરો છે. તેમાંથી દોરો બની ગયા પછી દોરા સ્વરૂપે તે ભાવ દોરો છે.
એ જ દોરો કપડાની અપેક્ષાએ દ્રવ્ય કપડું છે પણ જ્યારે કપડુ વણાઈ જાય ત્યારે ભાવ કપડુ છે.
તે જ કપડુ શર્ટની અપેક્ષાએ દ્રવ્ય શર્ટ છે પણ સીવાઈ ગયા પછી તે ભાવ શર્ટ થઈ જશે.
સૂત્ર (૧-૬) પ્રયોજન : તત્ત્વોને જાણવાના સાધનો (ઉપાયો) આ સૂત્રમાં કહે છે.
प्रमाणनयैरधिगमः
પ્રમાણનવૈરધિગમઃ પ્રમાણ નયૈઃ અધિગમઃ
-૬
૧-૬
૧-૬