SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-પ ૧૯ : દ્રવ્યનિક્ષેપ ઃ વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા તે દ્રવ્ય નિક્ષેપ. જેમ કે કેવલી ભગવંત તીર્થંકરનામકર્મ નિકાચિત કરે ત્યારથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીની અવસ્થા અને મોક્ષે ગયા પછીની અવસ્થા તે દ્રવ્યતીર્થંકર, બીજું દૃષ્ટાંત લઈએ. સીમંધરસ્વામીનું નામ લઇને યાદ કરીએ તે નામનિક્ષેપ. તેમની પ્રતિમા (મૂર્તિ)નું દર્શન કરીએ તે સ્થાપનાનિક્ષેપ. તેઓ કેવળી થયા તે પહેલા દ્રવ્યનિક્ષેપથી તીર્થંકર કહેવાય. નિર્વાણ પામીને મોક્ષમાં જશે તે પણ દ્રવ્યનિક્ષેપથી તીર્થંકર કહેવાશે. અત્યારે (વર્તમાનમાં) મહાવિદેહક્ષેત્રમાં તેઓ વિચરી રહ્યા છે. તે ભાવનિક્ષેપથી તીર્થંકર કહેવાય. ભાવનિક્ષેપ : વસ્તુની અથવા વ્યક્તિની વર્તમાન અવસ્થા. જેમકે તીર્થ પ્રવર્તાવે ત્યારથી મોક્ષગમન સુધીનો તીર્થંકર ભગવાનનો કાળ તે ભાવતીર્થંકર. દા.ત. સીમંધરસ્વામી જે સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે તે ભાવનિક્ષેપે તીર્થંકર કહેવાય. શંકા : કોઈ એક ઉદાહરણથી ચારેય નિક્ષેપ સમજાવોને ? સમાધાન : ધારો કે કોઈ વસ્તુનું નામ ‘‘ટેબલ'' છે, તો તે નામ નિક્ષેપ થયો. ટેબલનું ચિત્ર તે સ્થાપના નિક્ષેપ થયો. ટેબલ બન્યા પૂર્વેનું લાકડું તે દ્રવ્ય ટેબલ કહેવાય. વર્તમાન અવસ્થામાં જે ટેબલ ટેબલપણે વપરાય છે તે ભાવ નિક્ષેપથી કહેવાય. શંકા ઃ આ ગ્રંથમાં મુખ્ય સાત તત્ત્વોની ચર્ચા છે પરંતુ પુણ્ય અને પાપ ઉમેરતા નવ તત્ત્વો થાય છે. આ નવ તત્ત્વોની ટૂંકમાં વ્યાખ્યા કેવી રીતે આપી શકાય ? સમાધાન : (૧) જીવ ઃ જીવ એટલે (શુદ્ધ) આત્મા. જે સદાય જાણનારો, પ૨ પદાર્થથી જુદો અને અનાદિ અનંતકાળ રહેનારો છે. (૨) અજીવ : અજીવ એટલે જેમાં ચેતના નથી. તેના પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલ. કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે જે અજીવ દ્રવ્ય છે. (૩) પુણ્ય : પુણ્ય એટલે જીવના દયા, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવો. કોઈનું ભલુ કરવાનો ભાવ. જે કર્યાથી અજ્ઞાની જીવને આત્મહિત માટે કંઈક કર્યાનો સંતોષ થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy