SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અધ્યાય : ૧, સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર આશ્રવતત્ત્વ - બોર્ડિંગ પાસ ખોવાઈ ગયો તે ખબર પડી (અશુભ આશ્રવ) બંધતત્ત્વ - ખિસ્સા તપાસતા પાસ ન મળવાથી ગભરાટ-મુંઝવણ વધી ગયા. (અશુભબંધ) સંવરતત્ત્વ- સિક્યોરિટી ચેક પોઈન્ટ પાસે પહોંચવાનો પુરુષાર્થ કર્યો અને પાસ મળી ગયો. (અશુભ આશ્રવની પરંપરા અટકાવી). નિર્જરાતત્ત્વ - દોડીને ગેટ પાસે પહોંચી ગયો. (અશુભકર્મ તૂટ્ય) મોક્ષતત્ત્વ - સહીસલામત પ્લેનમાં બેસીને નિરાંત અનુભવી. (સુખદ અંત આવ્યો). સૂત્ર (૧-૫) પ્રયોજન ચાર દ્વારા વડે તત્ત્વોનો નિક્ષેપ જણાવે છે. नाम-स्थापना-द्रव्य-भावतस्तन्न्यासः નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતસ્તસ્યાસઃ ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતઃ તદ્ ન્યાસઃ ૧-૫ શબ્દાર્થઃ નામ = નામ, ઓળખ, સ્થાપના = આકૃતિ, દ્રવ્ય = વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યની અવસ્થા, ભાવ = વસ્તુની વર્તમાન અવસ્થા, તદ્ ન્યાસઃ = તે તત્ત્વોનું જ્ઞાન મેળવવાનું સાધન, તત્ત્વોનું સ્વરૂપ વિચારવું. સૂત્રાર્થ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારા વડે (જીવ, અજીવ વગેરે સાત તત્ત્વોનો) વ્યાસ (નિક્ષેપ) થઈ શકે છે. અર્થાત્ આ ચાર દ્વારો વડે જીવ, અજીવ વગેરે તત્ત્વોનું સ્વરૂપ વિચારી શકાય છે. ભાવાર્થ: જ્ઞાન મેળવવાનું સાધન તે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. નામ નિક્ષેપ કોઈપણ વ્યક્તિ કે વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર ન ચાલે, વસ્તુ કે વ્યક્તિનું નામ લેવાથી ઇચ્છા, રાગ, દ્વેષ, પ્રેમ, ધૃણા પ્રગટે છે. વસ્તુ કે વ્યક્તિનું નામ તે નામ નિક્ષેપ કહેવાય છે. સ્થાપના નિક્ષેપઃ સ્થાપના એટલે આકૃતિ અથવા પ્રતિબિંબ. વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આરોપવું, જેમ કે પ્રભુ મહાવીર હાલ અહીં નથી પણ તેમની પ્રતિમા તે સ્થાપના નિક્ષેપ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy