________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૪ અને નિર્જરા માતા-પિતાની મુશ્કેલી સમજી ગયા. સંવરે આશ્રવ સામે લાલ આંખ કરી અને આશ્રવને રોકવા પ્રયત્ન કર્યો. નિર્જરાએ માતા-પિતાને બંધના બંધનમાંથી છોડાવવા પ્રયત્ન કર્યો. ધીમે ધીમે આશ્રવ રોકાઈ ગયો અને બંધ છૂટવા લાગ્યો. નિર્જરાને સફળતા મળી. માતા-પિતાને એટલે કે અજીવને અને જીવને આનંદ થયો. આ બંધનમાંથી કાયમ માટે છૂટવા તેમણે દીક્ષા લીધી અને સાધના દ્વારા કર્મનો સંપૂર્ણ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
આ કાલ્પનિક વાતથી એ સમજવું કે જીવ અને અજીવ મુખ્ય બે જ તત્ત્વો છે. આશ્રવ, બંધ, સંવર અને નિર્જરા તેમનો પરિવાર છે. કર્મ રહિત જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ મોક્ષ છે.
શંકા : આપણા વ્યવહારિક જીવનમાં બનતી ઘટના આ સાત તત્ત્વોથી સમજી
શકાય ?
સમાધાન : મારા જીવનમાં બનેલી એક સત્ય ઘટનાની વાત કરું. અમેરિકાના શિકાગો એરપોર્ટથી મારે પ્લેનમાં બેસીને ન્યુજર્સી આવવાનું હતું. બોર્ડિંગ પાસ મેળવીને, સિક્યોરિટીમાંથી પસાર થઈને ગેઈટ પાસે આવ્યો. ગેઈટ પાસે પેસેન્જરોની લાંબી લાઈન હતી.
મારો નંબર નજીક આવતા મેં ખીસ્સામાં હાથ નાંખ્યો બોડીંગ પાસ લેવા. પરંતુ બોર્ડીંગ પાસ હતો નહિ. બધા ખિસ્સા તપાસ્યા તો પણ બોર્ડીંગ પાસ ન મળ્યો. કર્મચારીએ કહ્યું કે બોર્ડીંગ પાસ વગર અંદર નહિ જવાય. મેં થોડો સમય માગ્યો. કર્મચારી કહે કે સમય થઈ ગયો છે હવે ફક્ત પાંચ મિનિટ છે. હું મુંઝાઈ ગયો, પરસેવો થવા માંડ્યો. ઝડપથી વિચારતા સમજાયું કે સિક્યોરિટીમાંથી પસાર થતા બોર્ડીંગ પાસ બતાવવો પડેલો, પછી જ કંઈક ગરબડ થઈ લાગે છે. ક્યાંક પડી ગયો હોવો જોઈએ. હું દોડ્યો. સિક્યોરિટી પાસે જઈને પૂછ્યું. તેણે મારો બોર્ડિંગ પાસ એક બાસ્કેટમાં સાચવી રાખ્યો હતો. મેં નિરાંતનો દમ લીધો. ઝડપથી દોડતા ગેટ પાસે આવ્યો. પ્લેનનો ગેટ બંધ થવાની શરૂઆત થતી હતી અને તે જ સમયે હું પહોંચી ગયો અને મને પ્લેનમાં જવા દીધો. હવે આ ઘટના સાત તત્ત્વોથી જોઈએ. જીવતત્ત્વ - હું પોતે. અજીવતત્ત્વ – બોર્ડિંગ પાસ