SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અધ્યાય : ૧, સૂત્ર-૪ મુખ્ય બે તત્ત્વો ઃ જીવ, અજીવ. તત્ત્વાર્થાધિગમ સૂત્ર જીવનું બાધક સ્વરૂપ આશ્રવ, બંધ જીવનું સાધક સ્વરૂપ સંવર, નિર્જરા શંકા : તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વો કહ્યા પરંતુ ઘણી જગ્યાએ નવ તત્ત્વો કહેવામાં આવે છે તે કેવી રીતે ? જીવનું સાધ્ય સ્વરૂપ મોક્ષ સમાધાન : અહીં પુણ્ય અને પાપ એ બે તત્ત્વોનો આશ્રવ તત્ત્વમાં સમાવેશ કરીને સાત તત્ત્વો કહ્યા છે. જેઓ પુણ્ય અને પાપને જુદા જુદા જણાવે છે તેમની દૃષ્ટિએ કુલ નવ તત્ત્વો થશે. શંકા : શું પુણ્યમાં દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય એમ બે ભેદ હોઈ શકે ? એવી જ રીતે પાપમાં પણ દ્રવ્યપાપ અને ભાવપાપ એમ બે ભેદ હોઈ શકે છે? સમાધાન ઃ ચોક્કસ, ભેદ હોય જ. જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય : તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયા - દાન વગેરે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્ય. જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય તે દ્રવ્યપાપ અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા વગેરે અશુભ અધ્યવસાય ભાવપાપ. શંકા : આ સાત તત્ત્વો સહેલાઈથી યાદ રહે એવું કંઈક કહેશો ? સમાધાન : જરૂર. એક કાલ્પનિક વાતથી સમજવા પ્રયત્ન કરીએ. કલ્પના કરો કે જીવ અને અજીવ અનુક્રમે પતિ-પત્ની છે. લગ્ન પછી તેમને જોડકા સંતાન થયા. તેમના નામ બંધ અને આશ્રવ. જીવ-અજીવ બંનેને બહુ લાડ કરવા માંડ્યા. પણ બન્યું એ કે જેવો આશ્રવ તેમની પાસે આવે એટલે બંધ પણ આવી જાય. શરૂ શરૂમાં તેમને ગમવા માંડ્યું. પછી તો જીવ-અજીવ અકળાઈ ગયા. આશ્રવ અને બંધને છોડાવવા ઘણા મુશ્કેલ હતા. થોડા સમયમાં બીજા બે જોડકા બાળકોનો જન્મ થયો. એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ સંવર અને દીકરીનું નામ નિર્જરા. બંને મોટા થયા. સંવર
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy