SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૪ (૪) બંધઃ જીવ સાથે કર્મનું ચોંટવું તેને બંધ કહેવાય છે. કર્મપુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેક થવું તે દ્રવ્યબંધ, દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ (આત્માનો અધ્યવસાય) તે ભાવ બંધ કહેવાય છે. ૧૫ (૫) સંવર : આશ્રવનો નિરોધ તે સંવર અથવા કર્મોને આત્મા તરફ આવતા અટકાવવા તે સંવર. બીજા શબ્દોમાં કહીએ તો કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્ય સંવર છે અને દ્રવ્યસંવરમાં કારણભૂત સમિતિ ગુપ્તિ વગેરે આચરવાનો આત્માનો જે પરિણામ તે ભાવસંવર છે. જે રીતે બારી-બારણા બંધ થવાથી મકાનમાં કચરો આવતો નથી અથવા જે નગરના દ્વાર સારી રીતે બંધ હોય તે નગર દુશ્મનો માટે અગમ્ય બની જાય છે એ જ રીતે સમિતિ ગુપ્તિ વગેરેથી રક્ષણ કરાયેલો આત્મા કર્મશત્રુ માટે અગમ્ય બની જાય છે. (૬) નિર્જરા ઃ કર્મપુદ્ગલોનું આત્માથી છૂટા પડવું એ દ્રવ્ય નિર્જરા છે. દ્રવ્ય નિર્જરા થવામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્જરા છે. દ્રવ્ય નિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. થોડા કર્મોનો ક્ષય તે આંશિક નિર્જરા છે. સર્વ કર્મોનો ક્ષય એ સંપૂર્ણ નિર્જરા છે. અહીં નિર્જરા તત્ત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. (૭) મોક્ષ ઃ સર્વ કર્મોનો સર્વથા ક્ષય તે મોક્ષ. કર્મોનો સંપૂર્ણ ક્ષય તે દ્રવ્ય મોક્ષ અને દ્રવ્ય મોક્ષથી થતા આત્માના નિર્મળ ગુણોનો જે ઉઘાડ તે ભાવ મોક્ષ. શંકા : ભગવાને કહેલા સાત તત્ત્વોમાં કયા તત્ત્વો હેય છે, કયા તત્ત્વો ઉપાદેય છે અને કયા જ્ઞેય છે ? સમાધાન ઃ ભગવાને કહેલા સાત તત્ત્વોના નામ છે ઃ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. હેય : (છોડવા જેવા) : આશ્રવ અને બંધ. ઉપાદેય : (આચરવા જેવા) : સંવર, નિર્જરા અને મોક્ષ. શેય : (જાણવા જેવા) : જીવ અને અજીવ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy