SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ઠા અધ્યાયનો સંક્ષિપ્ત સાર તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ જ્યારે વિધિરૂપે નિશ્ચયદૃષ્ટિયુક્ત વિધાન એ છે કે જીવ ક્રોધ સ્વરૂપે નથી, સમતા સ્વરૂપ છે. માટે સમતારૂપ પરિણતિ એ વિધેયાત્મક ધર્મ છે. ૬૬ જીવ અને પુદ્ગલના પરસ્પર યોગથી આશ્રવ આદિ થાય છે, છતાં બંનેની ક્રિયા પોતપોતાના ગુણધર્મ પ્રમાણે થાય છે, છતાં બંને એક ક્ષેત્રમાં હોવાથી અને જીવમાં વેદન ગુણ હોવાથી તે પરિણમનનો અનુભવ આત્મા કરે છે. જેમકે ક્રોધરૂપ પરિણમન એ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. પરંતુ એ ઉદયમાં ઉપયોગ-આત્માનું ભળી જવાપણું એ તે સમયની આત્માની વૈભાવિક પર્યાય છે. તેથી તે કાળે આત્મા ક્રોધરૂપ મનાય છે. જો કે તે સમયે આત્મદ્રવ્ય તો જેવું છે તેવું શુદ્ધપણે છે, છતાં તેના પ્રદેશો પર પર્યાયમાં આવતા વિકારનું આવરણ આવે છે. આમ આત્મા અને આશ્રવનું ભિન્નપણું જાણવું અને સ્વીકારવું તે તત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે. આવો ભેદ ન જાણવાથી જીવ ક્રોધ સમયે પોતાને ક્રોધી, અભિમાની વગેરે માને છે. પરંતુ તે એ સમયની વિકારી અવસ્થા છે તે જાણી આશ્રવથી ભિન્ન થાય તો આશ્રવનો નિરોધ થાય. આશ્રવ દુઃખનું કારણ છે એમ ન જાણે તો તેનો અભાવ પણ નહિ થાય. સંસાર અપેક્ષાએ પુણ્ય અને પાપનો ભેદ છે. પરમાર્થ અપેક્ષાએ, પુણ્ય અને પાપ બંને આશ્રવ છે. બંધનો હેતુ છે. અશુભથી દૂર થવા શુભ આશ્રવનું પ્રયોજન કહ્યું છે પણ તે ધર્મરૂપ નથી. કારણ કે શુભાશુભ ભાવનો છેદ થતાં ફક્ત શુદ્ધ સ્વભાવથી જ નિર્જરારૂપ ધર્મ થાય છે. શુભ કર્મના યોગમાં જીવને કથંચિત ધર્મભાવના વૃદ્ધિ પામે તેવા સાધનોનું નિમિત્ત મળે છે. પરંતુ તે ધર્મરૂપ નથી. વાસ્તવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આશ્રવ રોકાય છે. સમ્યગ્દષ્ટિને શુભભાવ થાય છે. ભક્તિ આદિના શુભરાગ થાય છે. પરંતુ તેમનું શ્રદ્ધાન તો શુદ્ધ પરિણતિ પ્રત્યે છે. આથી સમ્યગ્દષ્ટિને અંશે અંશે પણ આશ્રવ બંધનો અભાવ વર્તે છે. મિથ્યામતિને તો શુભાશુભ ભાવનું પરિણમન હોવાથી રાગાદિનો અભાવ થતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી તેની નિર્મળતા માટે ચારિત્રની શુદ્ધિ આવશ્યક છે. તે શુદ્ધિ આશ્રવ નિરોધથી થાય છે. અર્થાત્ ધર્મની શરૂઆત સંવર ધર્મથી થાય છે. છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy