SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ આ વાત સમજાય છે પણ કોઇ સાદા ઉદાહરણથી આ વાત સમજાવી શકાય ? સમાધાન ઃ ચોક્કસ. તમે ઘી-ગોળથી લાડવા બનાવ્યા તે ગળ્યા (મીઠા) લાગે છે ખરૂને ? હવે તમે મેથી નાંખીને ફરીથી લાડવા બનાવો તો કડવા લાગે છે. જેમજેમ મેથી વધારે તેમ-તેમ કડવાશ વધારે. ૬૪ હવે તમને પૂછવામાં આવે કે, કડવાશ લાડવાની કે મેથીની ? તમે કહેશો જ કે, લાડવા કડવા છે. હકીકતમાં કડવાશ મેથીની છે પણ લાડવા કડવા છે. તેમ કહેવામાં આવે છે. બસ આ જ પ્રમાણે ધર્મના બધા અનુષ્ઠાનો મીઠા લાડવા સમાન છે અને તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતી મેથી સમાન છે. સાર : ૨૬ મા સૂત્રમાં અંતરાય કર્મના આશ્રવો જણાવીને સૂત્રકાર મહર્ષિએ આપણા ઉપ૨ મહત્ત્વનો ઉપકાર કર્યો છે. કેમકે જીવને વસ્તુ મેળવવાની ઇચ્છા છે, પણ લાભાંતરાય તોડવો નથી, ખાવાપીવાની ઇચ્છા છે પણ ભોગાંતરાય છોડવા નથી, સ્ત્રી, વસ્ત્રાદિની ઇચ્છા છે પણ ઉપભોગાંતરાય દૂર કરવા નથી, પરાક્રમો કરવા છે પણ વીર્યંતરાય નીવારવો નથી. અહીં ઉમાસ્વાતિજી મહારાજશ્રી કયા આશ્રવથી આ અંતરાયકર્મ બંધાય તેની સ્પષ્ટ સમજ આપે છે. જો દાનાદિ પાંચેયની પ્રાપ્તિની ઇચ્છા હોય તો આ અંતરાયનો આશ્રવ ન થાય તેની સતત કાળજી રાખવી. વળી અંતરાય એ પણ આખરે તો જીવને શિવ થતા અટકાવનાર એક મહત્ત્વનું પરિબળ છે. જો સંપૂર્ણ અંતરાયોનો આશ્રવ અટકાવી સત્તાગત અંતરાયનો પણ નાશ થાય તો જ અનંતવીર્ય ગુણ પામી મોક્ષના દ્વાર ખખડાવી શકાય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy