________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૨૬
૬૧
શબ્દાર્થ : વિઘ્નકરણમ્ = વિઘ્ન કરવું, અન્તરાયસ્ય = અંતરાય કર્મનો (આશ્રવ
છે.)
સૂત્રાર્થ : વિઘ્ન કરવું તે અંતરાયકર્મનો (આશ્રવ છે).
ભાવાર્થ : દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારના અંતરાય કર્મ છે.
દાન વિઘ્નકરણ (દાનાંતરાય) :
દાન દેવામાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી દેનાર દાન આપી ન શકે. એ જ રીતે દાતાને દાન દેવાથી રોકવો, દાતા અને દાનની નિંદા કરવી, દાનના સાધનોનો નાશ કરવો અથવા દાતા અને પાત્રનો સંયોગ ન થવા દેવો એ સર્વે દાનાંતરાયકર્મના આશ્રવો છે.
લાભ વિઘ્નકરણ (લાભાંતરાય)
કોઈને લાભ પ્રાપ્તિમાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી લાભ લેનાર લાભ લઈ ન શકે. લાભ લેનારને પ્રાપ્તિથી રોકવો. લેનારની નિંદા કરવી. પ્રાપ્તિ થતી હોય ત્યારે તે સાધનોનો નાશ કરવો. મેળવનારનો અને વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે લાભાંતરાય કર્મના આશ્રવો છે.
ભોગ વિઘ્નકરણ (ભોગાંતરાય)
એક જ વાર ભોગવી શકાય તે શબ્દાદિ વિષયોનો ઉપયોગ તે ભોગ. આ ભોગ ભોગવવામાં જેમ કે ભોજન કરવામાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કેજેથી ભોગ ભોગવનાર તેનો ઉપયોગ ન કરી શકે. એ જરીતે ભોજન કરનારને ભોજન કરવાથી રોકવો, તેની નિંદા કરવી, ભોજનના સાધનોનો નાશ કરવો, ભોજન અને ભોજન ક૨ના૨નો સંયોગ ન થવા દેવો એ સર્વે ભોગાંતરાયકર્મના આશ્રવો છે.
ઉપભોગ વિઘ્નકરણ (ઉપભોગાંતરાય)
અનેક વખત ભોગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર, મકાન, ફરનીચર વગેરેનો ઉપયોગ
કરવો.