SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અધ્યાય : ૬, સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ ભાવાર્થ : (૧) સ્વનિંદા - પોતાના દોષોને પ્રગટ કરવા. (૨) પરપ્રશંસા - પરના ગુણોને પ્રગટ કરવા, (૩) સગુણોદ્ભાવન - બીજાના વિદ્યમાન ગુણોને પ્રગટ કરવા, ગાવા. (૪) અસદ્ગણાચ્છાદન - પોતાનામાં જે ગુણો ન હોય અને કોઇ તે ગુણો ગાતુ હોય, તો તેને ઢાંકવા-રોકવા. (૫) નમ્ર સ્વભાવ (નમ્ર વૃત્તિ) - ગુણીયલ પ્રત્યે નમ્રતા અને વિનયપૂર્વક વર્તવું. (૬) અનુત્સક અથવા નિરભિમાનતા - વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં અભિમાન ન કરવું. આ ઉપરાંત જાતિ વગેરે આઠ પ્રકારના મદ (ગર્વ ન કરવા. બીજાની મશ્કરી ન કરવી. ધાર્મિકજનની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચગોત્ર કર્મના આશ્રવ છે. નીચગોત્રના આશ્રવોથી જે વિપરીતવર્તન તે ઉચ્ચગોત્રના આશ્રવો જાણવા. શંકા આત્મનિંદા અને સ્વ અસદ્ગુણોદુભાવન બંનેમાં ભાવ તો પોતાના દોષોને પ્રગટ કરવા તે જ છે. તો બંને વચ્ચે ભેદ શું? સમાધાન : આત્મનિંદા એટલે માત્ર સ્વદોષદર્શન એવો જ અર્થ થાય. અસદ્ગણોદુભાવન એટલે પોતાના દોષ કે દુર્ગુણોને પ્રકાશિત કરવા. આમ બંને રીતે આત્મનિંદા અને સ્વઅસગુણ ઉભાવન વચ્ચે ભેદ રેખા સ્પષ્ટ થઇ શકે છે. આવો જ ભેદ પરગુણ પ્રશંસા અને પરસગુણ ઉલ્કાવન વચ્ચે સમજી લેવો. સૂત્ર (૬-૨૬) પ્રયોજન - અંતરાયકર્મના આશ્રવો જણાવે છે. विघ्नकरणमन्तरायस्य ६-२६ વિદનકરણમજોરાયસ્ય વિદનકરણમ્ અન્તરાયસ્ય ૬-૨૬ ૬-૨૬
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy