________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૫
૫૯ ભાવાર્થ: મૂલસૂત્રમાં નિંદ્દા અને પ્રશંસા એમ બે શબ્દો છે. તેથી જ પ્રશંસે શબ્દ દ્વિવચન છે. તે બંનેને પર અને માત્મ શબ્દની સાથે ક્રમશઃ જોડવું, એટલે કે પરની નિંદા કરવાથી અને પોતાની પ્રશંસા કરવાથી જીવ નીચગોત્રકર્મ બાંધે છે. ચાર કારણોથી જીવ નીચગોત્રકર્મ બાંધે છે.
(૧) પરનિંદા ઃ બીજાની નિંદા – ટીકા – તિરસ્કાર કરવાથી. (૨) આત્મપ્રશંસા : પોતાની પ્રશંસા - વખાણ - મોટાઈ કે આડંબર કરવાથી
(૩) સગુણાચ્છાદન: બીજાના છતા વિદ્યમાન) ગુણોને ઢાંકવાથી કે છૂપાવવાથી. બીજાના ગુણોને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષાથી ન લાવવાથી.
(૪) અસગુણોદ્ભાવનઃ પોતાનામાં જે ગુણો ન હોય તેને ગુણો છે એવો દેખાવ કરવાથી તથા નાના ગુણોને મોટા કરવાથી.
ઉપરના ચાર કારણોથી નીચ ગોત્ર કર્મનો આશ્રવ થાય છે, એટલે કે જીવ નીચગોત્રકર્મ બાંધે છે.
ઉપરના કારણો ઉપરાંત જે જીવ જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, ઐશ્વર્ય, લાભ અને તપ એ આઠેનો મદ કરે છે તથા ધાર્મિકજનોની મશ્કરી, મિથ્યા કીર્તિ મેળવવી, વડીલોનો પરાભવ કરવો વગેરે વ્યવહારો પણ નીચગોત્ર કર્મના આશ્રવો છે.
સૂત્ર (૬-૨૫) પ્રયોજન - ઉચ્ચગોત્રકર્મના આશ્રવો જણાવે છે. तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ६-२५ તદ્ વિપર્યયો નીચેવૃત્યુનુસેકી ચોત્તરસ્ય ૬-૨૫ તદ્ વિપર્યયઃ નીચેઃ વૃત્તિ-અનુત્સકો ચ ઉત્તરસ્ય ૬-૨૫
શબ્દાર્થ તદ્ = તે નીચગોત્ર કરતા, વિપર્યય = ઉર્દુ, વિપરીત, નીચેવૃત્તિ = નમ્રવૃત્તિ, અનુસેક = ગર્વનો અભાવ, નિરભિમાનતા, ઉત્તરસ્ય = ઉચ્ચગોત્રના.
સૂત્રાર્થ : તેનાથી (નીચ ગોત્રના કારણોથી) વિપરીત (એટલે કે સ્વનિંદા, પરપ્રશંસા, સગુણોદ્ભાવન, અને અસદ્દગુણોચ્છાદન) તથા નમ્ર સ્વભાવ અને નિરભિમાનતા એ ઉચ્ચગોત્ર કર્મના (આશ્રવો) છે.