________________
૫૮
અધ્યાય : ૬, સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ જીવોનું કલ્યાણ થાય તે તે રીતે પ્રયત્ન કરે છે. આથી તેઓ તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કરે છે. તીર્થકરના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકરનામકર્મ બંધાય છે અને નિકાચિત થાય છે.
ક્યારેક ત્રીજા ભવથી આગળના ભાવમાં પણ તીર્થકર નામકર્મ બંધાય એવું બને છે. પણ નિકાચિત ન થાય. નિકાચિત તો પૂર્વના ત્રીજા ભવે જ થાય. નિકાચિત થાય તે પહેલા જો બંધાયુ હોય તો જતું પણ રહે.
સાર : તીર્થંકરનામકર્મના આશ્રયોને વર્ણવતા સોળ ગુણો સૂત્રકાર મહર્ષિએ જણાવ્યા. તેમાંના કોઈ એક કે વધુ ગુણોની સાધના-આરાધના મનુષ્યને તીર્થકર નામકર્મનો આશ્રવ કરાવે છે.
વર્તમાનકાળે થતી વીશ સ્થાનક પદની આરાધના પણ તીર્થંકરનામકર્મની જ આરાધના છે પણ તે આરાધનામાં તપ કે ક્રિયાની મહત્તા છે. આ સૂત્ર દ્વારા સૂત્રકાર મહર્ષિ તે આરાધના કેમ કરવી તે અંગે ગુણને કેન્દ્રમાં રાખીને આ સૂત્રમાં માર્ગદર્શન આપે છે.
સૂત્ર (૬-૨૪) પ્રયોજન - નીચ ગોત્રકર્મના આશ્રવો જણાવે છે. परात्मनिंदाप्रशंसेसदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ६-२४ પરાત્મનિંદાપ્રશંસેસદસક્રુણાચ્છાદનોદ્ભાવને ચ નીચેૉંત્રસ્ય ૬-૨૪ પર-આત્મ-નિંદા-પ્રશંસેસઅસદ્ગણઆચ્છાદન-ઉભાવને ચ નીચે ગોત્રસ્ય
૬-૨૪ શબ્દાર્થ પર = બીજાની, આત્મ = પોતાની, નિંદા = નિંદા, પ્રશંસા = વખાણ, સદ્ = વિદ્યમાન, અસદ્ = અવિદ્યમાન, આચ્છાદન = ઢાંકવા, ઉલ્કાવન = પ્રદર્શન કરવું, નીચૅર્ગોત્રસ્ય = નીચ ગોત્રકર્મના (આશ્રવ).
સૂત્રાર્થ: પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણ-આચ્છાદન, અસદ્દગુણ-ઉદુભાવન એ નીચગોત્રના (આશ્રવો) છે.