SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૩ ૫૭ • સંગ્રહ એટલે અભ્યાસ આદિ માટે આવેલા પર સમુદાયના સાધુને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્વીકારવા, પોતાની પાસે રાખી અભ્યાસ કરાવવો. • ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ મેળવી આપવા. • અનુગ્રહ એટલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધુઓને ભક્ત પાન આદિ લાવી આપવું. શંકા : તત્ત્વાર્થસૂત્રમાં ગ્રંથકારશ્રીએ તીર્થંકર નામકર્મના આશ્રવનાં ૧૬ કારણો જણાવ્યા છે પરંતુ અન્યત્ર ૨૦ કારણો (વીશ સ્થાનક પદ) પ્રસિદ્ધ છે. ખુલાસો કરશો? સમાધાન : સૂત્રમાં છેલ્લે વત્સલમ્ શબ્દ પછી ઈતિ શબ્દ મૂક્યો છે. (પ્રવચનવત્સલત્વમિતિ) ઈતિ શબ્દ આદિના અર્થમાં વપરાયો છે. મતલબ આ ૧૬ કારણ વગેરે થકી તીર્થકર નામકર્મનો આશ્રવ થાય છે – તેના ત્રણ અર્થ છે. (૧) આ સોળ ગુણોથી તીર્થંકરનામકર્મનો આશ્રવ થાય છે. (૨) ૧૬ માંથી કોઈપણ એક કે વધુ ગુણોથી પણ તીર્થકર નામકર્મનો આશ્રવ થઈ શકે છે. (૩) આ સોળ સિવાય અન્ય ગુણોથી પણ સંભવ છે. વિશ સ્થાનક પદોના નામ નીચે પ્રમાણે છે. (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) આચાર્ય - ગુરુ, (૫) સ્થવિર, (૬) ઉપાધ્યાય (બહુશ્રુત), (૭) સાધુ, (૮) જ્ઞાન, (પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સૂત્રાર્થનો અભ્યાસ), (૯) સમ્યગ્દર્શન, (૧૦) વિનય, (૧૧) આવશ્યક ક્રિયા, (૧૨) મૂલગુણ - ઉત્તરગુણરૂપ ચારિત્ર, (૧૩) ધ્યાન, (૧૪) તપ, (૧૫) દાન, (૧૬) વૈયાવચ્ચ, (૧૭) સંઘ, (૧૮) જ્ઞાન (નૂતન સ્ત્રાર્થનો અભ્યાસ), (૧૯) શ્રુતજ્ઞાન, (શ્રદ્ધા, પ્રચાર આદિ), (૨૦) શાસન પ્રભાવના. આ વીસ સ્થાનક પદોની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. આ આશ્રવોના સેવનથી જ્યારે જગતના સર્વ જીવો પ્રત્યે વિશિષ્ટ પ્રકારની કરૂણા જાગે છે ત્યારે તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ થાય છે. તીર્થકરના જીવો તીર્થકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે અરિહંત આદિ વીશ સ્થાનક પદોની આરાધના કરે છે. અનેક ગુણોથી યુક્ત તે જીવો માત્ર આવી ભાવના ભાવીને બેસી રહેતા નથી. પણ જે જે રીતે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy