________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૨૩
૫૫
• જરા પણ શક્તિ છૂપાવ્યા વિના આહારદાન, અભયદાન, જ્ઞાનદાન વગેરે વિવેકપૂર્વક કરવા.
♦ પોતાની શક્તિ પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર, પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું.
(૭) યથાશક્તિ તપ :
• જરા પણ શક્તિ છૂપાવ્યા સિવાય વિવેકપૂર્વક દરેક જાતની સહનશીલતા કેળવવી. ♦ પોતાની શક્તિ પ્રમાણે બાહ્ય-અત્યંતર તપનું સેવન કરવું.
(૮) સંઘ-સાધુ-સમાધિ :
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ સંઘ કહેવાય છે.
• સંઘ અને સાધુને શાંતિ ઉપજે તેમ વર્તવું. સંઘમાં પોતે અશાંતિ ઊભી ન કરે અને અન્યથી થયેલ અશાંતિનું નિવારણ કરે. સંઘમાં સાધુનો સમાવેશ થઈ જ જાય છે છતાં અહીં સાધુનો અલગ નિર્દેશ કર્યો છે તે તેની પ્રધાનતા જણાવવા માટે કર્યો છે.
• સાધુ ભગવંતોને પણ સંયમ પાલનમાં અનુકૂળતા થાય તેમ કરવું તથા તેમની આરાધનામાં શાંતિ સમાધિ જળવાય તે જોવું, તેમાં સહાયક થવું.
(૯) સંઘ-સાધુ-વૈયાવચ્ચ :
સાધુઓને આહાર, પાણી, ઔષધ આપવા દ્વારા તથા સેવા કરવા દ્વારા ભક્તિ કરવી. તેમજ આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા શ્રાવકોને અનુકૂળતા કરી આપવી. આ રીતે સંઘની યથાશક્તિ સેવા-ભક્તિ કરવી.
(૧૦) અરિહંત ભક્તિ ઃ
અરિહંત પરમાત્માની ખૂબ ભાવથી પૂજા-સેવા-ભક્તિ કરવી. તેમની આજ્ઞા માનવી. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. તીર્થો અને પંચકલ્યાણક ભૂમિની રક્ષા કરવી.
(૧૧) આચાર્ય ભક્તિ
પાંચ ઇંદ્રિયોનો સંવર, પાંચ આચારનું પાલન વગેરે ૩૬ ગુણોથી યુક્ત આચાર્યશ્રી પધારે ત્યારે બહુમાનપૂર્વક સામે જવું, વંદન કરવું, ભાવથી ભક્તિ કરવી.